Groom Demands Kiss on Wedding Stage: લગ્ન મંચ પર વરરાજાએ માંગી કિસ, વીડિયો જોઈને લોકો રહી ગયા આશ્ચર્યચકિત!
Groom Demands Kiss on Wedding Stage: લગ્નના મંચ પર સામાન્ય રીતે ભાવનાત્મક અને શરમાળ પળો જોવા મળે છે. પરંતુ હવે સમય બદલાયો છે અને સાથે બદલાયા છે લગ્નના રિવાજો અને માહોલ. નવી પેઢી હવે લગ્નને માત્ર પરંપરાગત રીતે નહીં, પરંતુ મોજમસ્તી અને ખુલ્લા ભાવ સાથે ઉજવે છે. આવો જ એક નવા પ્રકારનો લગ્ન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે જોઈને નેટિઝન્સ આશ્ચર્ય અને મજાકમાં ટિપ્પણીઓ કરી રહ્યા છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા બંને લગ્નના મંચ પર વર્માલાની વિધિ માટે ઊભા છે. કન્યા જ્યાં માળા પહેરાવવા તૈયાર થાય છે ત્યાં વરરાજા અકળાઈ જાય છે અને પાછો હટી જાય છે. પછી તે હાથના ઇશારા અને હાવભાવથી દુલ્હનને સંકેત આપે છે કે માળા પહેરાવવાના પહેલાં તે એક ચુંબન ઈચ્છે છે. આ વાત સાંભળીને દુલ્હન થોડી શરમાઈ જાય છે, પરંતુ પછી નરમાઈથી તેના ગાલ પર ચુંબન કરે છે. ત્યાર બાદ વિધિ આગળ વધે છે.
View this post on Instagram
આ સમગ્ર ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘@shivpujan_starboii’ નામના યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 2.1 કરોડથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અને 11 લાખથી વધુ લોકો દ્વારા લાઈક પણ કરવામાં આવ્યો છે. લોકોને આ વીડિયો એટલો ગમ્યો છે કે ઘણા યુઝર્સે ટિપ્પણીઓમાં લખ્યું છે કે ‘હોંઠ પર સ્મિત આવી ગયું’ જ્યારે કેટલાકે એવો અભિપ્રાય આપ્યો કે આવી ઘટના લગ્નની શાળીનતાને નુકસાન પહોંચાડી શકે છે.
અન્ય એક યૂઝરે લખ્યું કે, “એટલામાં તો અમારા ગામમાં આખી બારાત ઉલટી ફરી જાય!” જયારે કેટલાકે વરરાજાને “અસંસ્કારી” કહીને ટાંક્યો છે.
આ વાયરલ વિડિયો લગ્ન સંસ્કૃતિમાં આવતા બદલાવ અને નવયુગના અભિગમને દર્શાવે છે – જ્યાં પ્રેમ અને ભાવના વધુ ખુલ્લી રીતે વ્યક્ત થાય છે.