Old pension scheme : ગુજરાત સરકારનો મોટો નિર્ણય – 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ!
Old pension scheme : રાજ્ય સરકારના મહત્વના નિર્ણયથી હજારો કર્મચારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. ગુજરાત સરકારે એવા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જેઓ 1 એપ્રિલ 2005ની પહેલાં ફિક્સ પગાર પર કાર્યરત હતા અને ત્યારબાદ નિયમિત બન્યા હતા.
નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો પરિપત્ર
ગુજરાત રાજ્યના નાણાં વિભાગે સ્પષ્ટ માર્ગદર્શિકા સાથે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં કહ્યું છે કે પાત્ર કર્મચારીઓ તથા અધિકારીઓ માટે જૂની પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ થવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અરજી કરવાની રહેશે આવશ્યક
યોજનાનો લાભ લેવા માટે પાત્ર કર્મચારીઓએ પોતપોતાની કચેરીમાં અરજી કરવાની રહેશે. આ અરજી આગામી ત્રણ મહિનાની અંદર કરવી ફરજીયાત રહેશે. સરકારી સ્તરે તમામ વિભાગોને આ અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ટેકનિકલ મુદ્દાઓ પણ સ્પષ્ટ
પરિપત્રમાં નિવૃત્તિના સમય, સર્વિસ બુક, પે સ્કેલ અને અન્ય ટેકનિકલ બાબતો અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે, જેથી કર્મચારીઓ કે વિભાગોને આગળ જતાં કોઈ અસ્પષ્ટતા રહે નહીં.
જાહેરાત બાદ OPSના લાભાર્થીઓમાં ઉમંગ
આ નિર્ણયથી 1-4-2005 પહેલાં પસંદગી પામેલા અને વર્ષો સુધી જૂની પેન્શન યોજના માટે પડકાર રજુ કરતાં કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. OPS એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ફરીથી શરૂ થવાને કારણે તેમની નિવૃત્તિ પછીની નાણાકીય સુરક્ષા વધુ મજબૂત બનશે.