Waqf Act Article 26: સુપ્રીમ કોર્ટમાં કલમ 26નો ઉલ્લેખ, ધાર્મિક સ્વતંત્રતા સામેનો પ્રશ્ન ઉઠ્યો
Waqf Act Article 26 સુપ્રીમ કોર્ટમાં હાલ વકફ એક્ટને લઈને મહત્વપૂર્ણ સુનાવણી ચાલી રહી છે, જેમાં દેશભરમાંથી લગભગ 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓ પૈકી 10 પર હાલમાં સુનાવણી શરૂ થઈ છે. સુનાવણીના પહેલાના દિવસે જ કોર્ટમાં ભારતીય બંધારણની કલમ 26નો ઉલ્લેખ થયો, જે કાયદાની બંધારણિક વ્યાખ્યામાં એક મુખ્ય મુદ્દો બની રહ્યો છે.
શું છે કલમ 26?
ભારતના સંવિધાનની કલમ 26 દરેક નાગરિકને ધર્મ સાથે સંબંધિત સંસ્થાઓ સ્થાપવા, જાળવવા અને તેમની માલમત્તાનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. તે જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યની શરતોને આધિન છે. અન્ય રીતે કહીએ તો, દરેક ધાર્મિક સમુદાયને તેની રીતિ-રિવાજો અનુસાર સંપત્તિ મેળવવાની અને વ્યવસ્થાપિત કરવાની છૂટ છે. કલમ 26 (a) અનુસાર સંસ્થાઓ સ્થાપવા અને જાળવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, જે દરેક ધર્મ માટે સમાન છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું નિવેદન
ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રિસદસ્ય બેંચે સુનાવણી દરમિયાન જણાવ્યું કે – “કલમ 26 એ ધર્મનિરપેક્ષ સ્વભાવ ધરાવે છે અને તે કોઈ પણ વિશિષ્ટ ધર્મ માટે કાયદા બનાવવામાં અડચણરૂપ નથી બની શકતી.” તેમણે ઉલ્લેખ કર્યો કે પહેલા પણ હિન્દુ ધર્મને લગતા ઘણા કાયદાઓ બન્યા છે, એટલે મુસ્લિમ સમાજ માટે પણ આવી વ્યવસ્થા એ બંધારણ વિરુદ્ધ નહીં ગણાય.
કપિલ સિબ્બલનું દલીલ
જમિયત ઉલેમા-એ-હિંદ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલએ દલીલ કરી કે વકફ એક્ટમાં કરાયેલા કેટલાક તાજેતરના સુધારાઓ કલમ 26નું ઉલ્લંઘન કરે છે. તેમણે જણાવ્યું કે હવે વકફ બોર્ડમાં હિન્દુ સભ્યોનો સમાવેશ થતો હોય તો તે ધાર્મિક સ્વતંત્રતા માટે હાનિકારક છે અને મુસ્લિમ સમુદાયના અધિકારો પર આઘાત છે. તેઓએ કહ્યું કે આ કાયદા ધર્મના અભિન્ન અંગોમાં સરકારી દખલ છે.
મહત્વપૂર્ણ ટિપ્પણી
CJI ખન્નાએ વધુમાં કહ્યું કે કેટલાય મસ્જિદો 13મીથી 15મી સદી દરમિયાન બની હતી અને એ સમયના દસ્તાવેજોની માગણી કરવામાં આવે તો તે અવ્યવહારુ છે. “તમે તેઓથી વેચાણ દસ્તાવેજ માગો છો, તો તેઓ તમને શું બતાવશે?” તેમનો આ સવાલ ન્યાયપ્રણાલીની હકીકત તરફ ઈશારો કરે છે.
આ મામલો હજુ શરૂઆતના તબક્કામાં છે, પરંતુ કલમ 26ને આધાર બનાવીને જે દલીલો ઉભી થઈ રહી છે, તે ધાર્મિક સ્વતંત્રતા અને રાજ્યની ભૂમિકા વચ્ચેની રેખા કેટલીખર આપણી સંવિધાનિક વ્યવસ્થામાં સ્પષ્ટ છે કે નહીં – તે સવાલ ઊભો કરે છે.