Congress: કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનો ધમધમાટ, 23 થી 8 મે સુધી કેન્દ્રીય નિરીક્ષકો આખા ગુજરાતમાં દોડશે
Congress કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. નવા નિમાયેલા કેન્દ્રીય નિરીક્ષકો આખા ગુજરાતમાં ફરી વળવાના છે.
23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો પોતપોતાના જિલ્લામાં જશે. જેમાં કચ્છ જિલ્લા માટે નિઝામુદીન કાદરી, સુરેન્દ્રનગરમાં કુલદિપ રાઠોડને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ રીતે મોરબીમાં બી વી શ્રીનિવાસ, રાજકોટ જિલ્લામાં હરીશ મીણા અને શહેરમાં ડો બિરલાપ્રસાદ, જામનગર જિલ્લામાં સંપતકુમાર અને શહેર માટે ઇમરાન મસુદ્દને જવાબદારી, દ્વારકામાં બલરામ નાઈક પોરિકા, પોરબંદરમાં રાજેશ તિવારી, ગીરસોમનાથમાં બાબુલાલ નાગર, જૂનાગઢ જિલ્લામાં ધીરજ ગુર્જર અને શહેરમાં અભિષેક દત્તને જવાબદારી સોંપવામાં આવી છે.
અમરેલીમાં જગદીશ જાંગીડ, ભાવનગ જિલ્લામાં ભજનલાલ જાટવ અને સિટીમાં પ્રિવરસિઘને જવાબદારી, અમદાવાદ જિલ્લામાં મણીક્કમ ટાગોર અને શહેરમાં બી કે હરિપ્રસાદ, બોટાદમાં અજયકુમાર લલ્લુને જવાબદારી, ગાંધીનગર જિલ્લામાં આર સી ખૂંટિયા અને શહેરમાં ચેલ્લાવામસી ચંદરેડ્ડી, મહેસાણામાં નીરજ ડાંગી, પાટણ સૂરજ હેગડે, સાંબરકાંઠા પ્રકાશ જોષી, અરવલ્લી ડો શિવકુમાર, બનાસકાંઠા સુખદેવ ભગત, દાહોદમાં અર્જુન બાંભણીયા, પંચમહાલ બી એમ સંદીપ, મહિસાગર અમીન કાગઝી, ખેડા ગિડુગુ રુદ્ર રાજુ, આણંદ વિજેન્દ્ર સિંઘલા, વડોદરા જિલ્લામાં કુલદિપ ઇન્દોરા અને શહેરમાં હરીશ ચૌધરીને જવાબદારી સોંપાઈ છે.
આ રીતે છોટા ઉદેપુર અસલમ શેખ, ભરૂચમાં સંજય દત્ત, નર્મદા ગિરીશ સોલંકર, સુરત જિલ્લા મિનાક્ષી નટરાજન અને શહેરમાં બાળાસાહેબ થોરાટ, તાપીમાં કેસી પડવી, નવસારીમાં પ્રફુલ પાટીલ, વલસાડ પ્રણીતિ શિંદે, ડાંગમાં મનીષા પવારને જવાબદારી સોંપાઈ છે.