Rahul Gandhi કોંગ્રેસના નવા યુગની શરૂઆત મોડાસાથી: રાહુલ ગાંધીનું સંગઠન મજબૂત અભિયાન શરૂ
Rahul Gandhi કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં “સંગઠન સૃજન અભિયાન”ના પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરીને organizational પુનર્ગઠન માટેનો મહત્ત્વનો તબક્કો શરૂ કરશે. ગુજરાતમાંથી દેશવ્યાપી અભિયાનની શરૂઆત કરીને રાહુલ ગાંધી કોંગ્રેસને નવો દિશાદર્દેશ આપવા ઈચ્છે છે.
રાહુલ ગાંધી આજે મોડાસાના સ્વામિનારાયણ મંદિર ખાતે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લઈને સંગઠનના મજબૂત પાડવાના અભિયાનને પ્રેરણા આપશે. સુરક્ષા દ્રષ્ટિએ જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે.
ગઈકાલે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીએ સિનિયર કોંગ્રેસ નેતાઓ સાથે વિસ્તૃત બેઠક કરી હતી. જેમાં 4 ગુજરાતના નિરીક્ષકો અને 1 કેન્દ્રીય નિરીક્ષક સાથે ટીમ બનાવી જિલ્લામાં સંગઠન સંચાલનના રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ છે. આ ટીમ આગામી 10 દિવસમાં તેમની ફરજિયાત મુલાકાત બાદ રિપોર્ટ રજૂ કરશે અને 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થશે.
રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં હવે જિલ્લા કે શહેર પ્રમુખ બનવું સહેલું નહીં રહે. ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં પાસ થવું પડશે, જેનાથી યોગ્ય નેતૃત્વ ચૂંટવામાં આવી શકે. ખાસ વાત એ છે કે રિપોર્ટના વેરિફિકેશન માટે બે ખાનગી એજન્સીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે – એક ગુજરાતની અને બીજી બહારની.
રાહુલે સ્પષ્ટ સંદેશો આપ્યો કે આંતરિક જૂથબાજી નહીં ભાજપ સામે મજબૂત પ્રતિસ્પર્ધા ઊભી કરવી છે. SC, ST, OBC, માઇનોરિટી વિભાગો ઉપરાંત મહિલા નેતૃત્વને પણ અગત્ય આપવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછા 5 જિલ્લાઓમાં મહિલા પ્રમુખોની પસંદગી કરવા સૂચના અપાઈ છે. રાહુલ ગાંધીની આ મુહિમથી ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન નવા આધારે ગોઠવાશે – જ્યાં દ્રષ્ટિ, કાર્ય અને જનસંપર્કથી મજબૂતી આવશે.