Valsad: સરકારે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે વલસાડ ન.પા.ને સરકારે ફાળવેલ વાહનો ભંગાર હાલતમાં પડ્યા છે
- સરકારે ડોર ટુ ડોર સુકો અને ભીનો કચરો શહેરમાંથી ઉપાડવા માટે ફાળવેલ કચરા કલેક્શન વાન સમયસર રીપેરીંગ ન કરાવતા તમામ વાન ભંગાર હાલતમાં પડી છે
- અગાઉ પણ મોટી સંખ્યામાં કચરો એકત્ર કરવા માટે ટ્રાયસીકલ રીક્ષા ફાળવી હતી પરંતુ પાલિકાની બેદરકારીને કારણે એ ભંગારમાં પડી હતી
- સ્વચ્છ અભિયાન હેઠળ પાલિકા દ્વારા શહેરમાં સૂકો અને લીલો કચરા માટે પ્લાસ્ટિકની કચરાપેટી લોખંડના સ્ટેન્ડ સાથે અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવી હતી પરંતુ એ તમામ કચરાપેટીઓ ગાયબ થઈ ગઈ છે એનો કોઈ પત્તો નથી
- ફૂલમાંથી ખાતર બનાવવાનું લાખો રૂપિયાનું મશીન પણ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યું છે
- પાલિકા દ્વારા બીડની 20 જેટલી મહાકાય કચરાપેટી હાઇવે પર માલવયા તળાવ પાસે મૂકવામાં આવી હતી હાલ એનો પણ કોઈ પત્તો નથી
Valsad વલસાડ નગરપાલિકાને સરકારે સ્વચ્છ ભારત મિશન અર્બન શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનની ફાળવણી કરવામાં આવી હતી પાલિકા દ્વારા સમયસર નિભાવ ન કરાય તો તમામ વાહનો સડી ગયા છે અને ભંગારની હાલતમાં જોવા મળે છે પાલિકાની બેદરકારીને કારણે સરકારના કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે પ્રાપ્ત વિગત અનુસાર સરકાર દ્વારા એકદમ સ્વચ્છતા કી ઔર હેઠળ અભિયાન શરૂ કર્યું હતું અભિયાન હેઠળ સરકારે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત હેઠળ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓને વેસ્ટ કલેક્શન માટે નાના ફોરવીલ ટેમ્પાની ફાળવણી કરવામાં આવી હતી આ અભિયાન હેઠળ વલસાડ પાલિકાને પણ શહેરમાંથી સુકો અને ભીનો કચરો ના કલેક્શન માટે વાનની ફાળવણી કરવામાં આવી હતી
અને આ વાન વલસાડ શહેર વિસ્તારમાં વેસ્ટ કલેક્શન માટે ફરી રહી હતી પરંતુ કોઈ વાન બગડે તો એને રીપેર કરાવવાને બદલે કોઈ મેદાનમાં ઉભા કરી દેવામાં આવતા હતા આવી રીતે ધીરે ધીરે તમામ ટેમ્પાવાનું સમયસર રીપેરીંગ ન કરાવતા હાલમાં તમામ કચરો કલેક્શન વાન ભંગાર હાલતમાં પડી છે આવા જ રાખવામાં આવી છે ત્યાં કચરા પેટીઓ ટ્રેક્ટર સહિત પાલિકાનો અન્ય સામાન પણ ભંગારમાં પડ્યો જોવા મળે છે અંદાજે 15 થી 20 જેટલા નાના ફોરવીલ ટેમ્પાવો ભંગારમાં પડ્યા છે આ અંગે પાલિકાના સૂત્રોને પૂછતા જણાવ્યું હતું કે સરકારે વેસ્ટ કલેક્શન માટે ટેમ્પાની ફાળવણી કરી હતી જેમાં એક ટેમ્પાની કેટલી કિંમત તે ખબર નથી હાલ ભંગારમાં પડેલા વાન નો ભંગાર કેટલામાં વેચવો એ પોલિસી સરકાર નક્કી કરે ત્યારે ભંગારમાં આપવામાં આવશે જણાવ્યું હતું.
અગાઉ પણ સરકારે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ભીનો સૂકો કચરો એકત્ર કરવા માટે મોટી સંખ્યામાં ટ્રાઈસિકલ રીક્ષા ફાળવી હતી ત્યારબાદ તમામ ટ્રાઈસિકલ રીક્ષા પણ સમયસર રીપેરીંગ ન કરાવતા તમામ ટ્રાફિકલ રીક્ષાઓ ભંગારમાં પડી પડી ગઈ હતી ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ વલસાડ શહેર વિસ્તારમાં લીલો અને સૂકો કચરાના એકત્રીકરણ માટે પ્લાસ્ટિકની કચરાપેટી લીલા અને ભૂરા કલરમાં લોખંડના સ્ટેન્ડ સાથે મૂકવામાં આવી હતી પરંતુ હાલ આ કચરાપેટી કોઈ પણ નજરમાં આવતી નથી શું આ પ્લાસ્ટિકની કચરાપેટી બારોબાર વેચી રોકડી કરી લેવામાં આવી છે કે કેમ એ એક તપાસનો વિષય બને છે અહીં નોંધનીય બાબતે છે કે વલસાડ શહેરમાં કચરો નાખવા માટે શહેરમાં બીડની કચરાપેટી મૂકવામાં આવી હતી પરંતુ ડોર કચરો ઉપાડવાનું અભિયાન શરૂ કરાતા શહેરમાંથી તમામ બીડની કચરાપેટી હટાવી દેવામાં આવી હતી જેમાંથી અંદાજે 20 જેટલી ભીડની કચરાપેટીઓ હાઇવે ને અડીને આવેલ મલાવ્યા તળાવ પાસે મૂકવામાં આવી હતી પરંતુ હાલ આ કચરાપેટી ક્યાં ગાયબ થઈ ગઈ એનો કોઈ પત્તો નથી.
વધુમાં પાલિકાએ શહેરના મંદિર દ્વારા ભગવાનને અર્પણ કરેલા ફૂલો નદીમાં પધરાવવામાં આવતા હતા તેને ધ્યાનમાં રાખી પાલિકાએ મંદિરમાં ફૂલો લઈ એમાંથી ખાતર બનાવવાનો પ્લાન તૈયાર કરી ફૂલમાંથી ખાતર બનાવી પાલિકાની આવક મળે એ માટે લાખો રૂપિયાનું મશીન ખરીદ્યું હતું પરંતુ થોડા સમય બાદ ખાતરનું મશીન હાલ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યું છે સરકારે વલસાડ પાલિકાને આપેલ તમામ સાધનો પાલિકાની બેદરકારીને કારણે ભંગાર હાલતમાં જોવા મળે છે પાલિકાની લાલિયા વાળીને કારણે સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.