ICCનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનની વિસ્થાપિત મહિલા ક્રિકેટરો માટે ટાસ્ક ફોર્સ બનાવશે
ICC આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રવિવારે વિસ્થાપિત અફઘાન મહિલા ક્રિકેટરોને મદદ કરવા માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી. ઝિમ્બાબ્વેના હરારેમાં યોજાયેલી ICC એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, ક્રિકેટ ઇંગ્લેન્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માટે હાથ મિલાવ્યા.
ICC પ્રમુખ જય શાહે જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય આ પ્રતિભાશાળી ક્રિકેટરોના વિકાસમાં મદદ કરવાનો છે. આમાં, ICC એક સમર્પિત ભંડોળ બનાવશે, જેના દ્વારા આ ક્રિકેટરોને રમત રમવાનું ચાલુ રાખવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવામાં આવશે.
ગાંગુલી ફરીથી અધ્યક્ષ બન્યા
આ દરમિયાન, ICC ની પુરુષ અને મહિલા ક્રિકેટ સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવી. સૌરવ ગાંગુલીને પુરુષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા. જ્યારે વીવીએસ લક્ષ્મણને સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમના ઉપરાંત, હામિદ હસન, ડેસમંડ હેન્સ, ટેમ્બા બાવુમા અને જોનાથન ટ્રોટનો પણ આ સમિતિમાં સમાવેશ થાય છે.