Numerology: મૂળાંક 2 વાળા લોકો ભાવનાત્મક બુદ્ધિ અને સર્જનાત્મકતાથી ભરપૂર વ્યક્તિત્વ
Numerology મહીનાની 2, 11, 20 કે 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે, જેનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. અંકશાસ્ત્ર અનુસાર, ચંદ્ર જેમ શાંત, નરમ અને ભાવુક છે, તેમ આ અંકના લોકો પણ અત્યંત સંવેદનશીલ, નમ્ર અને પ્રેમાળ સ્વભાવ ધરાવે છે.
ભાવનાત્મક અને સંબંધોમાં વફાદાર
અંક 2 ધરાવનારા વ્યક્તિઓ સંબંધોને ખૂબ મહત્વ આપે છે. તેઓ પ્રેમભર્યા અને ગહન લાગણીઓ ધરાવતા હોય છે. જીવનસાથી માટે સંપૂર્ણ સમર્પિત રહે છે અને બદલામાં એ જ પ્રેમ અને સન્માનની અપેક્ષા રાખે છે. જો તેમને હળવાશથી લેવાઈ જાય, તો હૃદયભંગના દુઃખમાંથી બહાર આવવામાં તેમને વધુ સમય લાગે છે.
કલ્પનાશીલ અને સર્જનાત્મક
આ લોકોની સૌથી મોટો પોઝિટિવ પાસો એ છે કે તેઓ કલ્પનાશીલ અને ક્રિએટિવ હોય છે. લખાણ, કલા, ડિઝાઇન, કાઉન્સેલિંગ, મીડિયા, ઈવેન્ટ મેનેજમેન્ટ, માનવ સંસાધન વગેરે ક્ષેત્રોમાં તેઓ ખૂબ સારું પ્રદર્શન કરે છે. ટૂકમાં, જ્યાં લાગણી અને સર્જનાત્મકતાની જરૂર હોય, ત્યાં અંક 2 વાળા લોકો ઝળહળી ઊઠે છે.
શાંતિપ્રિય અને ટીમ પ્લેયર
તેમને ઝઘડા પસંદ નથી. તેઓ શાંતિ અને સંતુલનમાં વિશ્વાસ રાખે છે. સંવાદ સ્થાપિત કરવાની તેમની કુશળતા અને સહયોગી સ્વભાવ તેમને શ્રેષ્ઠ ટીમ મેમ્બર બનાવે છે. પરંતુ જ્યારે તેમની અસલી ક્ષમતા જોવાય, ત્યારે તેઓ એકલા પણ કંઈક ક્રાંતિકારી બનાવી શકે છે.
પૈસાની બાબતમાં ઉદાર
અંક 2 વાળા લોકો પૈસાની બાબતમાં થોડી ઉદારતા બતાવે છે. ક્યારેક જરૂર કરતાં વધુ ખર્ચ કરે છે. તેમને સલાહ છે કે નાણાકીય વ્યવહાર કરતી વખતે કોઇ અનુભવી વ્યક્તિની મદદ લેવી.
આરોગ્ય અને જીવનશૈલી
ચંદ્રથી પ્રભાવિત હોવાથી, તેઓ મોઢ સ્વિંગ, ચિંતા અને વધારે વિચારતા રહેવાની સમસ્યાથી પીડાતા હોય શકે છે. નિયમિત ધ્યાન, યોગ અને સકારાત્મક સાથ તેમને સંતુલિત રાખી શકે છે.
સારાંશ: અંક 2 ધરાવનારા લોકો પ્રેમ, કલ્પના અને શાંતિથી ભરપૂર હોય છે. જો તેઓ પોતાની સંવેદનશીલતાને પોતાની તાકાતમાં ફેરવી શકે, તો દરેક ક્ષેત્રમાં ઉજવાઈ શકે છે.