Diploma Courses: ધોરણ 12 પછી 5 પ્રેક્ટિકલ ડિપ્લોમા કોર્સ, મળશે નોકરી અને કમાણી બંને
Diploma Courses ધોરણ ૧૨ પછી શું કરવું? આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓ માટે મોટો માથાપચ્ચી બની જાય છે. જો તમે લાંબી ડિગ્રી કરવાની રાહ જોવાને બદલે તરત નોકરી મેળવવા માંગો છો, તો ડિપ્લોમા કોર્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આવા કેટલાય કોર્સ છે જે ઓછા સમયગાળામાં તમારામાં વ્યવસાયિક કુશળતા વિકસાવે છે અને નોકરી મેળવવામાં સહાય કરે છે. ચાલો જાણી લઈએ એવા ૫ લોકપ્રિય ડિપ્લોમા કોર્સ વિશે જે ધોરણ ૧૨ પછી કરી શકાય અને જેનાથી કમાણી પણ લાખોમાં થઈ શકે છે.
1. ડિજિટલ માર્કેટિંગમાં ડિપ્લોમા
ડિજિટલ યુગમાં, ડિજિટલ માર્કેટિંગ ખૂબ જ ઝડપથી વિકસતી ક્ષેત્ર છે. SEO, ગૂગલ એડ્સ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઈમેઇલ માર્કેટિંગ જેવી ટેકનિક શીખવા માટે આ કોર્ષ ખૂબ ઉપયોગી છે. ૬ મહિનાથી ૧ વર્ષ સુધીનો આ કોર્ષ કર્યા પછી તમે ફ્રીલાન્સિંગથી લઈને નોકરી કે પોતાનો એજન્સી બિઝનેસ પણ શરૂ કરી શકો છો.
2. વેબ ડિઝાઇનિંગમાં ડિપ્લોમા
આજના સમયમાં દરેક વ્યવસાયને પોતાની વેબસાઈટની જરૂર છે. આ કોર્ષમાં HTML, CSS, JavaScript અને WordPress જેવી ટૂલ્સ શીખવવામાં આવે છે. આ કોશલ્ય હોવા માત્રથી નોકરીની ઘણી તકો ખૂલે છે અને ઘર બેઠા પણ કામ કરી શકાય છે.
3. ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી ડિપ્લોમા
કેમેરા ચલાવવાનો શોખ હોય તો આ ક્ષેત્રમાં ચમકવાની સારી તક છે. લાઇટિંગ, એડિટિંગ અને શૂટિંગ જેવી ટેકનિક શીખીને તમે લગ્ન, ઈવેન્ટ કે YouTube માટે કામ કરી શકો છો.
4. હોટેલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
ટુરિઝમ અને હૉસ્પિટલિટી ક્ષેત્રમાં રસ ધરાવનાર માટે આ કોર્ષ શ્રેષ્ઠ છે. ફૂડ પ્રોડક્શન, હાઉસકિપિંગ અને ફ્રન્ટ ઑફિસ મેનેજમેન્ટ જેવી તાલીમ દ્વારા તમે દેશ-વિદેશમાં કારકિર્દી બનાવી શકો છો.
5. કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમા (DCA)
આ ખૂબ જ લોકપ્રિય કોર્ષ છે જેમાં એમ.એસ. ઑફિસ, ડેટા એન્ટ્રી, ઇન્ટરનેટ, અને બેઝિક પ્રોગ્રામિંગ શીખવવામાં આવે છે. સરકારી અને ખાનગી નોકરીઓ માટે આ સ્કિલ્સ ઘણી ઉપયોગી છે.
જો તમે ધોરણ ૧૨ પછી તરત કરિયર શરૂ કરવા માંગો છો તો આ ડિપ્લોમા કોર્સ તમારા માટે એક ઉત્તમ પ્રારંભ બની શકે છે. ઓછા સમયમાં મોટા ફેરફાર માટે, આજે જ નિર્ણય લો!