Noida Paras Society Fight Video: નોઈડાની હાઉસિંગ સોસાયટીમાં બે મહિલાઓ વચ્ચે ઝઘડો, વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો
Noida Paras Society Fight Video: નોઈડાના સેક્ટર ૧૬૮માં આવેલી પારસ સીઝન હાઉસિંગ સોસાયટીનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સોસાયટીના મુખ્ય દરવાજા પાસે બે મહિલાઓ વચ્ચે ઉગ્ર ઝઘડો જોવા મળે છે, જેમાં એક મહિલા બીજી મહિલાના વાળ પકડીને તેનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરે છે. આ ઘટનાએ નેટિઝન્સને ચોંકાવી મૂક્યા છે અને વીડિયોને લઈ લોકોએ વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી છે.
વિડિયોમાં જોવા મળે છે કે એક મહિલા ઝડપથી આગળ વધી બીજી મહિલાના વાળ પકડી લે છે અને ઉગ્ર અવાજે ચીસો પાડે છે. તે વારંવાર આક્ષેપ કરે છે કે સામેની મહિલાએ તેની માતા સાથે દુર્વ્યવહાર કર્યો છે. મહિલા ગુસ્સામાં બોલી રહી છે કે, “પોલીસ બોલાવો, એની હિંમત કેવી રીતે થઈ મારી મા સાથે આમ બોલવાની!”
No-Context Kalesh b/w two women at the main gate of Paras Season Society located in Sector 168, Noida.
pic.twitter.com/y9uafqdAc9— Ghar Ke Kalesh (@gharkekalesh) April 12, 2025
સોશિયલ મીડિયા પર @siddharth2596 અને @gharkekalesh દ્વારા અપલોડ કરાયેલા આ વિડિયોને હજારોથી વધુ વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળ્યા છે. વિડિયોની લંબાઈ 42 સેકન્ડ છે અને તેમાં ઘટનાની તીવ્રતા સ્પષ્ટપણે અનુભવી શકાય છે.
ઘટનાને લઈને લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે લખ્યું કે “શિક્ષિત લોકો જ્યારે વોટ્સએપની ચર્ચાને હથિયાર બનાવી ઝઘડવામાં ઉતરી આવે છે, ત્યારે આ બહુ ગંભીર મુદ્દો છે.” અન્ય એક યુઝરે લખ્યું કે “પોલીસ બોલાવો તો ચોક્કસ, પણ વાળ તો છોડો મેડમ!”
આ ઘટના માત્ર સામાજિક વિવાદ નહીં, પણ સામૂહિક સજાગતાનો પ્રશ્ન બની ગઈ છે. લોકો વચ્ચે સહનશીલતા અને શાંતિપૂર્ણ ચર્ચાની જરૂરિયાત ફરીથી ઉદ્ભવી છે.