Tahawwur Rana મુંબઈ હુમલા કેસમાં તહવ્વુર રાણાની પૂછપરછ તેજ, NIA લેશે અવાજ અને હસ્તાક્ષરનાં નમૂનાઓ
Tahawwur Rana 2008ના 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની ધરપકડ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તેની પૂછપરછમાં ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે. અમેરિકામાંથી પ્રત્યાર્પણ બાદ રાણાને ભારત લાવવામાં આવ્યો છે અને હાલમાં તે NIAની 18 દિવસની કસ્ટડીમાં છે. એજન્સી હવે રાણાના અવાજ અને હસ્તાક્ષરના નમૂનાઓ લઈ તેના સંડોવણીના પુરાવા એકઠા કરવાનો પ્રયાસ કરી રહી છે.
NIAના સૂત્રો જણાવે છે કે, રાણાની રજૂઆત દરમિયાન તેણે સતત અસ્પષ્ટ જવાબો આપ્યા છે, જેમ કે “મને યાદ નથી” અથવા “મને ખબર નથી”, જે તપાસને વધુ શંકાસ્પદ બનાવે છે. હાલ એજન્સી રાણાના અવાજના નમૂનાઓ લઈ તે કોલ દરમિયાન થઇ રહેલી વાતચીત સાથે મેળ ખાવાની શક્યતા તપાસી રહી છે. જો રાણા નમૂનો આપવા ઈનકાર કરશે, તો NIA કોર્ટમાં અરજી કરી તેને આવશ્યક ગણાવી કાઢી શકશે.
તહવ્વુર રાણા પર આરોપ છે કે તેણે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને ISI સાથે મળીને મુંબઈ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ હુમલામાં 166 નિર્દોષ લોકોનાં મોત થયા હતા અને 238 થી વધુ ઘાયલ થયા હતા. તેની પૂછપરછ NIA માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે હુમલાના આખા નેટવર્ક અંગે કિંમતી માહિતી આપી શકે છે.
NIAના જણાવ્યા મુજબ, રાણાની પૂછપરછથી અન્ય આરોપીઓ અને તેમની સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય તંતુઓનો પર્દાફાશ થવાની પૂરી શક્યતા છે. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેને પાટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરીને કસ્ટડીમાં લેવાયો હતો. હવે રાણાની સંમતિથી અથવા કોર્ટની મંજૂરીથી તેની અવાજ ઓળખ અને વૈજ્ઞાનિક ટેસ્ટિંગ કરવામાં આવશે, જેમાં CFSLના નિષ્ણાતો પણ સામેલ રહેશે.
આ પ્રત્યાર્પણ ભારત માટે આતંકવાદ સામેની લડાઈમાં એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં વધુ આતંકવાદી કાવતરાઓ સામે કડક કાર્યવાહી માટે પાયાદૃઢ બનાવશે