Homemade Budget Mini AC Video: ઉનાળાની કાળઝાળ ગરમી સામે બજેટ ફ્રેન્ડલી જુગાડ, ઘરેલુ ‘મિની AC’નો વીડિયો વાયરલ
Homemade Budget Mini AC Video: ગરમીની ઋતુ સાથે વધતી ઉકળાટ અને તાપમાનને પહોંચી વળવા લોકો જુદી-જુદી રીતે પ્રયત્ન કરે છે. જ્યારે દરેકને એસી કે એર કુલર ઉપલબ્ધ નથી હોતો, ત્યારે ઘણા લોકો ઘરે મળતી સામગ્રીથી સાદા ઉપાયો શોધી ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવો જ એક અનોખો જુગાડ વાયરલ થયો છે, જેમાં એક યુઝરે સામાન્ય પંખા અને થર્મોકોલ બોક્સનો ઉપયોગ કરીને ઠંડક આપતું ઘરેલું ઉપકરણ બનાવ્યું છે.
વિડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિએ ટેબલ ફેનનું આગળનું કવર કાઢીને તેના આગળ એક કાપેલી પાણીની બોટલ લગાવી છે. આ બોટલ થર્મોકોલના બોક્સ સાથે પાઇપ દ્વારા જોડાયેલી છે, જેમાં બરફ ભરેલો છે. જ્યારે પંખો ચાલુ થાય છે, ત્યારે પાઇપ મારફતે ઠંડી હવા ફેનમાં જાય છે અને રૂમમાં ફેલાય છે. પરિણામે, પંખો સામાન્ય કરતાં વધુ ઠંડક આપે છે અને એસી જેવી લાગણી થાય છે.
View this post on Instagram
આ હેક મફતમાં કે ખૂબ ઓછી કિંમતમાં બની શકે છે અને ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ મોંઘા એસી ખરીદવા સમર્થ નથી. ઇન્સ્ટાગ્રામ પર @muthuranji દ્વારા શેર કરેલી આ રીલને અત્યાર સુધીમાં ૮ મિલિયનથી વધુ વ્યૂઝ અને હજારોથી વધુ લાઈક્સ મળ્યા છે.
યુઝર્સે ટિપ્પણીઓમાં જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી છે. એકે લખ્યું કે આ છે ‘ઓછા બજેટનું એસી’, તો બીજાએ મજાકમાં ઉમેર્યું કે ‘દુનિયાના બધા બુદ્ધિશાળી લોકો તમિલનાડુમાં રહે છે!’
આ વાયરલ હેક દર્શાવે છે કે સર્જનાત્મકતા અને જરૂરીયાત જ્યારે સાથે આવે, ત્યારે પણ ભારે તાપમાન સામે ચતુરાઈથી લડી શકાય છે.