H-1B VISA : સાવધાન! એક નાની ભૂલથી તમારું અમેરિકાનું વિઝા કે ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે – ખાસ કરીને ભારતીયો માટે મોટું એલર્ટ
H-1B VISA : અમેરિકા જતા હોય અથવા ત્યાં વસવાનું સપનું જોતા હોય તો હવે તમારે ખાસ સાવચેતી રાખવી પડશે. યુએસ સરકારના નવો નિયમ એવા બધા વિદેશી નાગરિકો માટે મોટી ચેતવણી બનીને આવ્યો છે – જેમાં ખાસ કરીને ભારતીયો અને ગુજરાતી લોકોનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા બની રહ્યું છે જોખમ:
USCIS (United States Citizenship and Immigration Services) દ્વારા જાહેર કરાયેલ નવી નોટિસ મુજબ હવે વિઝા અથવા ગ્રીન કાર્ડ માટેની અરજી પર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, X (Twitter) અને TikTok જેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ્સનું વિશ્લેષણ કરવામાં આવશે. જો તમારી કોઈ પણ પોસ્ટ નેગેટિવ કન્ટેન્ટ ધરાવતી હશે, તો તે તમારા વિઝા પર અસર કરી શકે છે – એ પણ રિજેકશન સુધી.
શુક્રવારે રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે
અમેરિકામાં રહેતા તમામ વિદેશી નાગરિકો, વિદેશી વિદ્યાર્થીઓ તેમજ કાયમી નાગરિક બનવા ઈચ્છતા અરજદારો માટે આ નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તેમને આગામી શુક્રવાર સુધીમાં પોતાની માહિતી અપડેટ કરવી પડશે.
આ નિર્ણય યુએસના નાગરિક સુરક્ષા વિભાગ DHS અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આતંકવાદ વિરોધી આદેશોને અનુસરીને લેવામાં આવ્યો છે. ફેડરલ જજ દ્વારા પણ આ નવા નિયમને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
કોના માટે સૌથી મોટો ખતરો?
USCISએ સ્પષ્ટ કર્યું છે કે:
યહૂદી વિરોધી વિચારો,
હમાસ, હિઝ્બુલ્લાહ, ફિલિસ્તીની ઇસ્લામિક જિહાદ જેવા આતંકવાદી સંગઠનો પ્રત્યે હમદર્દી દર્શાવતી પોસ્ટ્સ
કોઈપણ પ્રકારની હિંસક અથવા આતંકવાદ સમર્થક પ્રવૃત્તિઓ
… આવી સામગ્રી ધરાવતી સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ ધરાવનારા વિદેશીઓ માટે હવે વિઝા કે નાગરિકત્વ મેળવવું ખૂબ જ મુશ્કેલ બનશે.
DHS અધિકારીઓનું નિવેદન:
જાહેર સુરક્ષા વિભાગના સહસચિવ ટ્રિસિયા મેકલોફલિને જણાવ્યું છે કે,
“અમેરિકા આતંકવાદી વિચારધારાને સહન કરતું નથી. સોશિયલ મીડિયા પર કોઈ પણ રીતે હિંસા કે આતંકવાદના સમર્થનમાં રહેલી બાબતોને હવે ગંભીરતાથી લેવામાં આવશે.”
સેક્રેટરી નોઇમે પણ ઉમેર્યું હતું કે,
“જો કોઈ વ્યક્તિ વિચાર કરે છે કે તે અહીં આવીને પહેલું સુધારણું ધારણ કરીને આતંકવાદી ભાષા બોલી શકે છે, તો તે એક મોટો ભ્રમ છે. આવું કરવા વાળાઓએ હવે તેના ગંભીર પરિણામો માટે તૈયાર રહેવું પડશે.”
યુએસ વિઝા કે ગ્રીન કાર્ડ માટે અરજી કરતા દરેક વ્યક્તિએ પોતાની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપવું પડશે. ખાસ કરીને એવી પોસ્ટ્સ કે જે કોઈ પણ પ્રકારની હિંસા, વિરોધી વિચારધારા અથવા આતંકવાદ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે – આવી પ્રવૃત્તિઓ હવે ભવિષ્યના નાગરિકત્વ માટે જોખમ બની શકે છે.
તમારું એક પ્રેસ કરતા ભૂલ થઈ શકે છે ભારોભાર નુક્સાનરૂપ…
હવેથી જ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને વિચારપૂર્વક ચલાવો!