Lion attack hyenas viral video: જંગલનો સાચો રાજા, સિંહના પ્રવેશથી ડઝનથી વધુ હાયનામાં નાસભાગ
Lion attack hyenas viral video: આફ્રિકાના તાંઝાનિયાથી આવ્યા તાજેતરના એક દ્રશ્યએ ફરી એકવાર સાબિત કરી દીધું કે સિંહને કેમ ‘જંગલનો રાજા’ કહેવાય છે. @seretasafaris ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા આ વીડિયોમાં એવી ઘટના જોવા મળે છે કે જે નૈસર્ગિક શક્તિ અને શક્તિશાળી ઉપસ્થિતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે દર્શાવે છે.
વીડિયોની શરૂઆતમાં આપણે ઘણા હાયનાઓને એકસાથે ભોજનનો આનંદ લેતા જોઈ શકીએ છીએ. તેઓ શિકાર પર તૂટી પડ્યા હોય તેમ ખાઈ રહ્યા છે અને તમામ દિશામાં ખુશીથી ફરતા દેખાય છે. સામે જ બે સિંહણો એકાંતમાં બેઠેલી છે, પણ તેમની અંદર હાયનાઓ પર હુમલો કરવાની હિંમત નથી. આનું મુખ્ય કારણ હાયનાઓની સંખ્યા છે – તેઓ બહુ મોટા જૂથમાં છે અને જમી રહ્યા છે. જો સિંહણો શિકાર માટે આગળ વધે તો તેઓ પોતે જ ઘાયલ થઈ શકે.
પણ થોડા પળોમાં જ સમગ્ર દ્રશ્ય બદલી જાય છે. વિડીયોમાં હાયનાઓમાં અચાનક જ નાસભાગ શરૂ થાય છે. તે લોકો ભાગવા લાગે છે અને કેમેરા પાછો ફેરવાતા, દૃશ્યમાં એક ભવ્ય સિંહ પ્રવેશ કરે છે. સિંહ ધીમે ધીમે ચાલે છે, પણ તેની ઉપસ્થિતિ જ હાયનાઓને ડરાવવા પૂરતી છે. જેણે હમણાં સુધી સિંહણોને અવગણ્યું હતું, હવે એ જ હાયનાઓ જીવ બચાવવા માટે દોડવા લાગ્યા છે.
View this post on Instagram
આ વીડિયો ઇન્ટરનેટ પર ભારે પ્રમાણમાં વાયરલ થયો છે. અત્યાર સુધીમાં તેને ૧૧ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકો કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે આ જ કારણ છે કે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે – શાણપણ, આત્મવિશ્વાસ અને શિસ્તભર્યા વલણ સાથે તે આખા વાતાવરણ પર કાબૂ મેળવી લે છે.
આ દ્રશ્ય માત્ર એક જંગલની ઘટના નથી, પણ તે કુદરતી શૃંખલામાં અસ્તિત્વની લડાઈ અને શક્તિની સાચી વ્યાખ્યા પણ છે.