યુએસ-ચીન ટેરિફ યુદ્ધ: કોણ કોને લૂંટી રહ્યું છે? આંકડાઓ જોઈને તમે પણ વિચારમાં પડી જશો!
US-China tariff war: કોણ કોને લૂંટી રહ્યું છે? આંકડાઓ જોઈને તમે પણ વિચારમાં પડી જશો!
US-China tariff war વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ચાલી રહેલું ટેરિફ યુદ્ધ હવે પોતાના શિખર પર છે. અમેરિકા અને ચીન વચ્ચે એપ્રિલ મહિનાથી શરૂ થયેલા આ આર્થિક સંઘર્ષમાં ટેરિફ દરો અદભુત સ્તરે પહોંચી ગયા છે. અગાઉ જ્યાં યુએસ ચીની માલ પર ફક્ત 10% ટેરિફ વસૂલ કરતું હતું, તે હવે વધીને 145% સુધી પહોંચી ગયું છે. આ યૂદ્ધનો સૌથી મોટો વિરોધાભાસ એ છે કે જ્યારે અમેરિકા ટેરિફમાં ધીમા પગલે વધારો કરી રહ્યું છે, ત્યારે ચીન ઘણી મજબૂત રીતે સામે આવી રહ્યું છે.
ટેરિફ યુદ્ધની શરૂઆત 2 એપ્રિલ, 2025ના રોજ થઇ, જ્યારે અમેરિકાએ ચીન પર 34% વધારાના ટેરિફની જાહેરાત કરી અને પોતાનો કુલ ટેરિફ દર 44% પર પહોંચાવ્યો. જવાબમાં ચીને પણ સમકક્ષ દરે ટેરિફ વધાર્યો અને તે 67% થી સીધો 101% સુધી પહોંચી ગયો. ત્યારબાદ બંને દેશોએ ટેરિફમાં સતત વધારો કરતા ટેરિફ દરો આકાશ સુધી પહોંચ્યા.
માત્ર ચાર દિવસમાં જ—7 એપ્રિલથી 11 એપ્રિલ વચ્ચે—અમેરિકાએ ચીન પર ટેરિફ 54% થી વધારીને 145% કર્યો. ચીને પણ પલટવાર કરતાં પોતાનો ટેરિફ 151% સુધી ઉંચો કર્યો. આનો અર્થ એ થયો કે બંને દેશો આજે એકબીજાના માલ પર 100 ટકાથી વધુ ટેરિફ વસૂલ કરી રહ્યા છે, જેના અસરથી વૈશ્વિક બજારોમાં પણ અસમાનતા જોવા મળી રહી છે.
મહત્વની વાત એ છે કે શરૂઆતમાં જ્યારે યુએસ ફક્ત 10% ટેરિફ વસૂલ કરી રહ્યું હતું, ત્યારે ચીન પહેલાથી જ 67% ટેરિફ લાદી રહ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે સતત દલીલ કરી છે કે ચીન વર્ષોથી અમેરિકાની અર્થવ્યવસ્થાનો લાભ ઉઠાવી રહ્યું છે અને હવે તેનું યોગ્ય પ્રતિસાદ આપવા માટે યુએસે આ પગલાં ભર્યાં છે.
આ યુદ્ધ હવે માત્ર વેપાર પૂરતું નથી રહેલું, પરંતુ રાજકીય અને કૂટનૈતિક સ્તરે પણ તેના પડઘા પડતા જોવા મળી રહ્યાં છે. વૈશ્વિક કંપનીઓ, રોકાણકારો અને બજારો બંને દેશોની નીતિઓની ઊંડી નજર રાખી રહ્યા છે. યૂએસ-ચીન ટેરિફ યુદ્ધ આગામી સમયમાં કઈ દિશા લેશે, તે હજુ અસ્પષ્ટ છે—પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વિશ્વ અર્થતંત્ર માટે આ યુદ્ધ સસ્તું પડવાનું નથી.