Farooq Abdullah તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર ફારુક અબ્દુલ્લાનો કેન્દ્ર પર કટાક્ષ – ‘અભિનંદન, ઓછામાં ઓછું કોઈને તો….’
Farooq Abdullah 26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાના નિર્ણયને લઈને રાજકીય પાંખમાં હલચલ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ સરકાર તેને આતંકના ખતમ માટે મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે, ત્યાં બીજી તરફ વિપક્ષ પણ આ પગલાની પ્રશંસા સાથે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યો છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પ્રત્યાર્પણ પર વિખેપ ઝંકાર્યો છે.
ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે, “મારા અભિનંદન છે કે તેઓ ઓછામાં ઓછા કોઈને પાછા લાવ્યા. પરંતુ કાળું નાણું ક્યાં ગયું? જે દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયાના વચન આપ્યા હતા, તેનો શું?” તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકારના વચનો અને વાસ્તવિક કામગીરી વચ્ચેનો તફાવત બતાવવાનો પ્રયાસ કર્યો.
અબદુલ્લાએ આ નિવેદન દરમિયાન સૌદી અરેબિયાના ફતવા બોર્ડના સંદર્ભમાં પણ ટિપ્પણી કરી હતી, જેમાં કહ્યું હતું કે “ઇસ્લામ અંતિમ ધર્મ છે અને કોઇએ ઇસ્લામના દુશ્મન સાથે ન રહેવું જોઈએ.” જો કે, આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે અને અનેક મંતવ્યો સામે આવી રહ્યાં છે.
#WATCH | Srinagar, J&K: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, National Conference President Farooq Abdullah says, "My congratulations that they brought at least someone back. They are also going to bring back the black money and give Rs. 15 lakhs… pic.twitter.com/etIAQl9DcW
— ANI (@ANI) April 11, 2025
આ સિવાય, વકફ કાયદા પર પણ ફારુક અબ્દુલ્લા પોતાના મજબૂત વલણ સાથે સામે આવ્યા. તેમણે જણાવ્યું કે નેશનલ કોન્ફરન્સ વકફ કાયદાનો વિરોધ કરે છે અને આવનારા સમયમાં તે કોર્ટમાં પણ તેની વિરુદ્ધ જઈ રહી છે. “અમે આ કાયદાનો સખત વિરોધ કરીશું,” એવું તેમણે સ્પષ્ટપણે કહ્યું.પીડીપીના વિરોધ અંગે પૂછાતા તેમણે જણાવ્યું કે “આ દેશ એક લોકશાહી દેશ છે, દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. મહેબૂબા મુફ્તીની પાર્ટીએ પણ તેમનો વિરોધ શાંતિપૂર્ણ રીતે વ્યક્ત કર્યો છે, જે સ્વીકાર્ય છે.”
ફારુક અબ્દુલ્લાના આ નિવેદનો એક તરફ તહવ્વુર રાણાના કેસની મહત્વતાને માન્યતા આપે છે, તો બીજી તરફ સરકારની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. રાજકીય રીતે આ નિવેદનો આગામી દિવસોમાં વધુ ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.