Viral Honeymoon Mix-Up Video: હનીમૂનમાં ગઈ બાલી, પણ વીડિયો જોઈને લોકો બોલ્યા – આ તો ગોવા છે!
Viral Honeymoon Mix-Up Video: લગ્ન પછી હનીમૂન એ નવી જીવનશરૂઆતની યાદગાર ક્ષણ હોય છે. નવદંપતી આ યાદોને ખાસ બનાવવા દેશ-વિદેશમાં ફરવા જાય છે. આવા જ એક મુસાફરીના વીડિયો માટે પ્રિયા તિવારી નામની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હાલમાં ચર્ચામાં છે.
પ્રિયાએ પોતાના હનીમૂન દરમિયાન એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે બાલી (ઇન્ડોનેશિયા) ગઈ છે. વીડિયોમાં તેને શોર્ટ્સમાં, હાથમાં બંગડીઓ અને હજી મહેંદી ઝાંખી પણ ન થઈ હોય તેવા હાથ સાથે બીચ પર ડાન્સ કરતા દેખાડવામાં આવી છે. બેકગ્રાઉન્ડમાં ‘ચલે જૈસે હવાયેં’ ગીત વાગી રહ્યું છે અને તે ખુબ ઉત્સાહથી ડોલી રહી છે.
પરંતુ આ વીડિયો બાદ પ્રિયા સામે મજાક ઉડાડવાની અને ટીકા કરવાની હારમાળો શરૂ થઈ ગઈ. લોકોએ કહ્યું કે આ બાલીનો નજારો નથી, પણ ભારતના ગોવા બીચનો છે. એક યુઝરે કહ્યું કે “ઉત્તર ગોવાને બાલી નથી કહેવાતું”. બીજા લોકોએ લખ્યું કે “આ તો ગોવા છે મેડમ, બાલી નહીં.”
View this post on Instagram
જ્યાં કેટલાંક લોકોએ મજાકમાં કોમેન્ટ કરી, ત્યાં ઘણા યુઝર્સે ટૂંકા કપડાં વિશે પણ ટિપ્પણીઓ કરી. એક યુઝરે અહીં સુધી લખ્યું કે જો તમે સાડી પહેરી હોત, તો વધુ લોકોએ તમારા ઉપર ધ્યાન આપ્યું હોત.
આ વીડિયો હવે 6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ તેને લાઈક તથા શેર કર્યો છે. પ્રિયાના હનીમૂનનો આનંદ તો રહ્યો બાજુએ, પણ લોકોએ તેની ભૂલ જોઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા કરી.