Academic Year 2025-26 Gujarat: 2025-26 માટે શાળાકીય કેલેન્ડર જાહેર, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાઓ યોજાશે
Academic Year 2025-26 Gujarat: ગુજરાતના શિક્ષણ વિભાગે નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં આ વર્ષે કેટલીક મહત્વની બાબતોને સામેલ કરવામાં આવી છે. સૌથી મોટી ઘોષણા એ છે કે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં જ પૂર્ણ કરવામાં આવશે. સામાન્ય રીતે આ પરીક્ષાઓ માર્ચમાં યોજાતી હતી, પણ આ વર્ષે તેને અગાઉ યોજવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
કેલેન્ડર મુજબ શાળાઓનું પ્રથમ સત્ર 9 જૂનથી શરૂ થઈ 15 ઓક્ટોબર સુધી રહેશે. ત્યારબાદ દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી રહેશે. આ વેકેશન કુલ 20 દિવસનું રહેશે. પછી 6 નવેમ્બરે શાળાઓ ફરી શરૂ થશે અને દ્વિતીય સત્ર શરૂ થશે, જે 3 મે સુધી ચાલશે.
માર્ચ-એપ્રિલમાં ઉનાળુ વેકેશન શરૂ થશે જે 60 દિવસનું રહેશે. આ રીતે, દિવાળી અને ઉનાળુ વેકેશન જોડીને કુલ 80 દિવસનો આરામકાળ વિધાર્થીઓને મળશે.
સપ્ટેમ્બરમાં ધોરણ 9 થી 12 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાશે અને જાન્યુઆરી 2026થી બીજી પરીક્ષાઓ શરૂ થવાનો અંદાજ છે.