Gold Price Today: ટ્રમ્પના ટેરિફને કારણે મંદીની આશંકા, બુધવારે સોનાના ભાવમાં વધારો, 10 ગ્રામનો ભાવ 88 હજારને પાર
Gold Price Today: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના ઘણા દેશો પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ, આગામી સમયમાં મંદીની આશંકા વધુ ઘેરી બનવા લાગી છે. બુધવારે ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં સોનાની જબરદસ્ત ખરીદી જોવા મળી. બુધવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ 87,998 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઊંચા સ્તરે ખુલ્યા અને ખુલતાની થોડી મિનિટોમાં જ 88,396 રૂપિયાના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવિ ભાવમાં વધારો થયો. COMEX પર સોનાના ભાવમાં વધારો નોંધાયો અને તે લગભગ $3,021 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ $3,008 પર પહોંચી ગયો. આજે સોનાના ભાવમાં થયેલા આ વધારા અંગે વાત કરતા, HDFC સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાએ ધ મિન્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધના તણાવને કારણે આર્થિક મંદીના ભય વચ્ચે આજે સોનાના ભાવમાં વધારો થયો છે. આર્થિક અનિશ્ચિતતામાં સોનાને સલામત વિકલ્પ માનવામાં આવતો હોવાથી, લોકો સોનામાં વધુ રોકાણ કરી રહ્યા છે.