Risking Life for Reels Video: રીલ માટે જીવનું જોખમ, વાયરલ થવાની ચાહત યુવકને જેલ સુધી લઈ ગઈ
Risking Life for Reels Video: આજના સોશિયલ મીડિયા યુગમાં લોકો લોકપ્રિય થવાની ધૂનમાં ઘણી વાર પોતાની જિંદગી જોખમમાં મૂકતા જોવા મળે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં, જ્યાં એક યુવકે રીલ બનાવવા માટે જીવલેણ સ્ટંટ કર્યો.
વિડિયોમાં જોઈ શકાય છે કે યુવક રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો અને હાથમાં મોબાઈલ પકડીને કેમેરા સામે જોઈ રહ્યો હતો. થોડા જ પળોમાં ટ્રેન તેની ઉપરથી ઝડપથી પસાર થાય છે. દ્રશ્ય એવુ ભયાનક છે કે જોતા ગળું ભરાઈ જાય. ટ્રેન પસાર થયા બાદ યુવક ઊભો થાય છે અને કેમેરા સામે જોઈને ખીલખીલ હસે છે, જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલુ હોય.
વિડિયો વાયરલ થતાં જ લોકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી. ઘણા યુઝર્સે તેને ભારે ટીકાનો નિશાન બનાવ્યો. એક યુઝરે લખ્યું, “આવી હિંમત છે તો તેને જેલ નહીં પણ સેનામાં મોકલવો જોઈએ.” જ્યારે બીજાએ જણાવ્યું કે “સાવધાની વગરનું આવું વર્તન માત્ર પોતાની જિંદગી નહીં, પણ અન્ય માટે પણ ખતરો બની શકે છે.”
इस रीलपुत्र का नाम रंजीत चौरसिया है। पटरी पर लेटा, अपने ऊपर से पूरी ट्रेन गुजार दी। बाकायदा इसकी रील बनाई। अब रीलपुत्र गिरफ्तार है और जेल जा रहा है।
जिला उन्नाव, उत्तर प्रदेश pic.twitter.com/7IrQ42MDsM— Sachin Gupta (@SachinGuptaUP) April 7, 2025
GRP ઉન્નાવે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તરત જ કાર્યવાહી કરી. સોમવારે યુવકને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. GRP ઇન્ચાર્જ અરવિંદ પાંડેએ જણાવ્યું કે યુવક સામે ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરીને તેને જેલભેગો કરવામાં આવ્યો છે.
આ ઘટના ઈશારો આપે છે કે વાયરલ થઇ જવાની હોડમાં મનુષ્ય શું શું કરી શકે છે – પરંતુ સોશિયલ મીડિયાની લાઈમલાઈટ જિંદગીથી મોટી નથી.