360-Degree View of Mars Video: મંગળની ઉજ્જડ દુનિયા, શું અહીં માનવ જીવન શક્ય છે?
360-Degree View of Mars Video: અવકાશમાં અનેક રહસ્યો છુપાયેલા છે, અને મંગળ ગ્રહ એમાંનો એક છે. પૃથ્વી જેટલું જીવંત વાતાવરણ અહીં નથી, પણ વૈજ્ઞાનિકો મંગળ પર જીવન શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે પણ મંગળ ગ્રહની જમીન, વાતાવરણ અને શક્ય વસાહત અંગે સતત શોધ ચાલે છે. નાસાના પર્સિવરન્સ રોવરે 5 એપ્રિલ 2023ના રોજ મંગળ ગ્રહ પરથી 360 ડિગ્રીનો વિડીયો મોકલ્યો હતો, જે ખુબજ રસપ્રદ છે.
આ વિડીયોમાં લાલ માટીથી ઢંકાયેલું ઉજાળું અને સુકું મેદાન જોવા મળે છે. મોટા પથ્થરો, ધૂળથી ભરેલી જમીન અને મૌન વાતાવરણ ત્યાંના એકાંતને ચિહ્નિત કરે છે. રોવરના વ્હીલના નિશાન હજુ પણ સ્પષ્ટ રીતે દેખાય છે – કારણ કે ત્યાં પવન નથી. અહીં હવા, પાણી કે વૃક્ષોનું કોઈ અસ્તિત્વ જણાતું નથી. છતાં, વૈજ્ઞાનિકો માને છે કે ભૂતકાળમાં મંગળ પર પાણી હતું અને કદાચ જીવન પણ હોઈ શકે.
A 360° view from the surface of Mars from Perseverance Rover.
: NASA/JPL-Caltech/Simeon Schmauß pic.twitter.com/zpuC6MWmPb
— Wonder of Science (@wonderofscience) April 3, 2025
આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર શેર થયો, ત્યારે લોકોની પ્રતિક્રિયાઓ પણ રસપ્રદ રહી. કોઈએ તેને “મૃત્યુની ખીણ” કહ્યું, તો કોઈએ “ઉજ્જડ જમીન”. કેટલાક લોકો મજાકમાં કહી રહ્યા છે કે અહીં વસાહત સ્થાપવા વિશે વિચારી રહ્યા છે, પણ ત્યાં તો કંઈ નથી!
જ્યાં વૈજ્ઞાનિકો માટે મંગળ ગ્રહ આશાની નવી કિરણ છે, ત્યાં સામાન્ય લોકો માટે એ હજુ પણ એક અજાણ્યા જગત જેવું જ લાગે છે. છતાં, આવી શોધો અવકાશના ભવિષ્ય માટે નાવા દરવાજા જેવી સાબિત થઈ શકે છે.