Ahmedabad Police : PI હવે રાતે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં રહેવા ફરજિયાત, Ahmedabad Commissionerનો કડક આદેશ
Ahmedabad Police : શહેરની પોલીસ કામગીરીમાં વધુ શિસ્ત અને જવાબદારી લાવવા માટે પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. નાગરિકોની ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવવા માટે હવે PI (પોલીસ ઇન્સ્પેક્ટર) ને રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન છોડવાની મંજૂરી નહીં હોય. આ સાથે મુલાકાતીઓ માટેના સમયગાળા પણ વિસ્તૃત કરવામાં આવ્યા છે.
મુલાકાતીઓ માટે વધારે સમય
અહિ સુધીમાં લોકો માત્ર નિર્ધારિત સમયમાં જ પોલીસ સ્ટેશન આવી શકતા હતા, હવે આ સમયમાં વધારો કરીને બપોરે 12થી 2 અને સાંજે 4થી 6 વચ્ચે પણ જાહેર જનતાને PI મળસે તેવી વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. નાગરિકો પોતાની લેખિત અરજીઓ આપી શકશે અને એ પર કાર્યવાહી ફરજિયાત કરવામાં આવશે.
PI માટે ખાસ ફરજિયાત ઉપસ્થિતિ
પોલીસ કમિશનરે PI કક્ષાના અધિકારીઓ માટે ખાસ સૂચનાઓ જારી કરી છે:
PI ને રાત્રે 9થી 12 સુધી સ્ટેશનમાં હાજર રહેવું ફરજિયાત.
તપાસ સંબંધિત કામગીરી આ સમયગાળામાં કરવી જરૂરી રહેશે.
જ્યાં નાઈટ રાઉન્ડ હશે ત્યાં PI સવારે 12:30 વાગ્યે પાછા પોલીસ મથકે પહોંચી જવા પડશે.
PI અને સ્ટાફે સવારે 10થી રાત્રે 12 સુધી ફરજ બજાવવી રહેશે.
પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ પર ભાર
થાના અમલદારોએ રોજ સવારે 6 થી 9 સુધીમાં તેમના વિસ્તારની પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને અન્યો કામગીરી અવશ્ય કરવી પડશે. PI કામ કરે છે કે નહીં તેની અચાનક તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
હેતુ સ્પષ્ટ – પ્રજાને ઝડપી અને અસરકારક સેવા
આ બદલાવનો મુખ્ય હેતુ એ છે કે અમદાવાદના નાગરિકોને તેમની ફરિયાદો માટે લાંબી રાહ જોવી ન પડે અને તેઓને તાત્કાલિક અને યોગ્ય જવાબ મળી શકે. પોલીસ કમિશનરનું માનવું છે કે આવી વ્યવસ્થાથી નાગરિકોના ભરોસામાં વધારો થશે અને પોલીસ કામગીરી પણ વધુ અસરકારક બનશે.