If Not Actors Then What AI Video: જો સ્ટાર્સ અભિનેતા ન હોત, તો…? AIએ બતાવી તેમની નવી દુનિયા!
If Not Actors Then What AI Video: બોલિવૂડ સ્ટાર્સના અભિનય અને અંદાજના લાખો દીવાના છે. કેટલાક પાવરફૂલ પાત્રો માટે જાણીતા છે, તો કેટલાક તેમના સ્વભાવ અને અંદાજથી લોકોના દિલ જીતે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે જો આ સેલિબ્રિટીઝ અભિનેતા ન હોત, તો વાસ્તવિક જીવનમાં કઈ નોકરી કરતા હોત?
સોશિયલ મીડિયા પર વાયરલ એક મજેદાર AI જનરેટેડ વીડિયોમાં બોલિવૂડ સ્ટાર્સને વિવિધ સામાન્ય નોકરીઓ કરતા બતાવવામાં આવ્યા છે – અને લોકો આ વિચિત્ર કલ્પનાને ખુબ પસંદ કરી રહ્યા છે.
વિડિયો શરૂ થાય છે સલમાન ખાન સાથે, જે બાંધકામ સાઇટ પર કામદારોની જેમ જોશથી ઈંટો ઉઠાવે છે. બીજી તરફ, શાહરુખ ખાન આઈટી ઓફિસમાં એક સ્માર્ટ એન્જિનિયર તરીકે દેખાય છે. રણવીર સિંહ ફંકી લૂકમાં રિક્ષા ચલાવે છે, જ્યારે રણબીર કપૂર રસોડામાં એક હોંશિયાર રસોઇયો બની ગયો છે.
View this post on Instagram
સ્ટાર એક્ટ્રેસીસ પણ વીડિયોમાં નજરે પડે છે. આલિયા ભટ્ટ એક દુકાનમાં કેશિયર છે, દીપિકા પાદુકોણ શાળા શિક્ષિકા અને પ્રિયંકા ચોપરા એક એર હોસ્ટેસ તરીકે જોવા મળે છે.
વીડિયો જુસ્સાથી ભરેલો છે અને દર્શકો તેને પ્રેમભર્યા કમેન્ટ્સ આપી રહ્યા છે. આ ફિલ્મી ચહેરાઓને સામાન્ય લોકો જેવી ભૂમિકા ભજવતા જોવું એ એક તાજી અને મજાની કલ્પના છે.