Visa Free Dubai Flight Video: વિઝા વગર દુબઈ જવાનો અનોખો પ્રયાસ, પાકિસ્તાની સર્જકનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Visa Free Dubai Flight Video: દુનિયાભરમાં AI અને ટેકનોલોજી અજાયબીઓ સર્જી રહી છે, પણ ઈન્ટરનેટ પર પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટર્સની અનોખી કળા લોકોને મઝાકમાં ગરકાવ કરી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ વિઝા કે પાસપોર્ટ વિના દુબઈ જવાનો પ્રયાસ કરે છે – અને તેની પદ્ધતિ એવી છે કે લોકો હસતા હસતા લોટપોટ થઈ ગયા છે.
વિડિયોમાં એક વિમાન ઉડાન માટે તૈયાર છે. એટલામાં એક વ્યક્તિ દોરડા સાથે મોટો ચુંબક લઈને આવે છે અને તે ચુંબકને વિમાનની પૂંછડી સાથે લગાવી દે છે. પછી તે દોરડું પકડીને હવામાં લટકતો રહે છે! પાઇલટને કોઇ ખોટું લાગતું હોય એવું જણાય છે અને તે વિમાનનો દરવાજો ખોલી જાય છે. ત્યાં તે આ વ્યક્તિને જોઈ દંગ રહી જાય છે.
View this post on Instagram
પાઇલટ પૂછે છે, “આ તે શું કર્યુ?” ત્યારે વ્યક્તિ જણાવે છે કે તે દુબઈ જવાનું ઈચ્છે છે, પણ પાસે વિઝા કે પાસપોર્ટ નથી, એટલે આવી રીત અજમાવી. પાઇલટ એને સમજાવે છે કે એરપોર્ટ જઈને સામાન્ય રીતે ફ્લાઇટ પકડવી જોઈએ.
આ વીડિયો @sam_andreas03 નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર થયો હતો, કેપ્શન સાથે: “શું તમને વધુ પાકિસ્તાની સામગ્રી જોઈએ છે?” યુઝર્સે તેને “બેરોજગારી અલ્ટ્રા પ્રો મેક્સ – રોઝ ગોલ્ડ એડિશન” જેવી ટિપ્પણીઓ આપી છે. કેટલાકે તો માંગણી કરી છે કે હવે તો આ વીડિયોની સિક્વલ આવવી જોઈએ!