Mysterious Blue Light in the Sky Video: પોર્ટુગલમાં છોકરીએ કેમેરામાં કેદ કર્યો આકાશમાં દેખાયેલો રહસ્યમય વાદળી પ્રકાશ, ઉલ્કાપિંડ કે એલિયન?
Mysterious Blue Light in the Sky Video: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો હકાબક્કા થઈ ગયા છે. પોર્ટુગલમાં 2024 દરમિયાન એક યુવતી તેના મિત્રો સાથે રાત્રે છત પર ઊભી રહીને સેલ્ફી લઈ રહી હતી, ત્યારે અચાનક આકાશમાં એક ચમકદાર વાદળી રેખા જોવા મળી. આ દૃશ્ય તેના ફોનમાં કેદ થઈ ગયું અને તેણે તરત જ વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો. થોડી જ ઘડીઓમાં આ વિડિયો વાયરલ થયો અને લાખો લોકો સુધી પહોંચ્યો.
લોકોએ વિવિધ વિચારો વ્યક્ત કર્યા—કોઈએ આ દૃશ્યને એલિયન સાથે જોડ્યું, તો કોઈએ તેને હોલીવુડ ફિલ્મ જેવી ઘટનાઓ સાથે સરખાવ્યું. કોમેન્ટ્સમાં લખાયું કે, “આ અવકાશમાંથી કોઈ સંદેશો છે”, તો કોઈએ કહ્યુ કે, “આવો વિડીયો પહેલી વાર જોયો .”
She captured the COOLEST video of the meteor that fell in Portugal pic.twitter.com/J0Xe9rFAGE
— vids that go hard (@vidsthatgohard) May 20, 2024
આમ છતાં, યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) એ વિજ્ઞાન આધારિત માહિતી આપી. એજન્સી અનુસાર, આ વાદળી રેખા એક ઉલ્કાપિંડના ટુકડાને કારણે હતી, જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ બળી ગયો. આ ઘટનાથી પૃથ્વીને કોઈ નુકસાન થયું નથી અને ઉલ્કાનો છેલ્લો અંશ એટલાન્ટિક મહાસાગરમાં પડી ગયો.
આ ઘટના એ સૂચવે છે કે, આવી ખગોળીય ઘટનાઓ આપણામાં જિજ્ઞાસા ઊપજાવે છે, છતાં કંઈક રહસ્યમય ઘટે તો માણસ તેનો અર્થ અલગ રીતે કાઢે છે.