5-Star Luxury Auto Rickshaw Viral Video: લક્ઝરી ઓટો રિક્ષાનો વિડીયો વાયરલ, 5-સ્ટાર સુવિધાઓ સાથે મુસાફરો દંગ
5-Star Luxury Auto Rickshaw Viral Video: ઓટો રિક્ષા સામાન્ય રીતે લોકો રોજિંદી મુસાફરી માટે ઉપયોગમાં લે છે, પણ શું તમે કલ્પના કરી શકો કે એક ઓટો રિક્ષામાં વિમાન જેવી સુવિધાઓ હોય? હમણાં જ આવા એક અનોખા ઓટોનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો અચંબિત થઈ ગયા છે.
આ ખાસ ઓટો રિક્ષાની પાછળની સીટમાં મુસાફરો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. એક મોટા સ્ક્રીનવાળા ટેબલેટ પર IPL મેચ ચાલી રહી છે, તો તેની બાજુમાં જ Wi-Fiનું યુઝરનેમ અને પાસવર્ડ લખેલું છે. નીચે બે વધુ એન્ડ્રોઇડ ટેબલેટ છે, જેમાંથી એક પર લોક સ્ક્રીન છે અને બીજું એક શોપિંગ વેબસાઈટ ખોલીને રાખવામાં આવ્યું છે.
View this post on Instagram
માત્ર એટલું જ નહીં, ડ્રાઈવરે અંગ્રેજી અને દક્ષિણ ભારતીય ભાષાના સામયિકો પણ ઉપલબ્ધ રાખ્યા છે. ઉપરાંત, એક ફોર્મ પણ છે, જેના પર “ગ્રાહક સંબંધ વિકાસ સંદર્ભ” લખેલું છે. આટલું બધું હોવા છતાં, ખાસ વાત એ છે કે આ ઓટોમાં શિક્ષકો, ડોકટરો, નર્સો અને સફાઈ કર્મચારીઓ માટે આ સુવિધાઓ મફત રાખવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં આ 5-સ્ટાર ઓટો રિક્ષાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. યુઝર્સ તેને “ચાલતી 5-સ્ટાર” અને “રોલ્સ રોયસ ઓટો” કહી રહ્યા છે.