Kayaking Couple Viral Video: દરિયાની વચ્ચે યુગલનો મજેદાર ઝઘડો, કાયકિંગ વીડિયો થયો વાયરલ
Kayaking Couple Viral Video: સોશિયલ મીડિયા પર એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુગલ દરિયાની વચ્ચે કાયકિંગનો આનંદ માણી રહ્યું છે. પરંતુ મજા લેતા લેતા પતિ અચાનક કાયક રોકી દે છે, કારણ કે તેને તેની પત્ની સાથેનો ઝઘડો ઉકેલવો છે. આ અનોખી પરિસ્થિતિ જોઈને લોકો હસવા લાગ્યા અને ટિપ્પણીઓનો વરસાદ શરૂ થયો.
ઇન્સ્ટાગ્રામ યુઝર આરુષિ ત્રિવેદી (@arushi.tri) દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં, પતિ અચાનક કહેછે કે, ‘હું જે કહું તે સ્વીકારવું પડશે.’ તેની ખાસ શરત એ છે કે, આખી સફર દરમિયાન પત્ની હસતી રહે અને ખરાબ ફોટાઓ પર નારાજ ન થાય! લોકોને આ પ્રેમભરી લડાઈ ઘણી મજેદાર લાગી.
View this post on Instagram
આ વીડિયોની કેપ્શનમાં આરુષિ લખે છે કે, ‘મારે કાયક ચલાવવા માટે માફી માંગવી પડી, કારણ કે કાર્તિક મદદ ન કરે ત્યાં સુધી કાયક ખસતો જ નહોતો. જો તમે દરિયાની વચ્ચે હોવ, તો માફી માંગવી જ સારી!’
આ વીડિયો બે દિવસમાં 6 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 2 લાખથી વધુ લાઈક મળી ચૂક્યા છે. લોકોએ ટિપ્પણીઓમાં લખ્યું, ‘મતભેદ ઉકેલવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે!’ જ્યારે બીજાએ લખ્યું, ‘હવે હું પણ મારા પાર્ટનર સાથે આવું જ કંઈક કરવા જઈશ!’