Daughter Father Dance Video: પિતા-દીકરીનો અનોખો ડાન્સ, સોસિયલ મિડિયા પર વાયરલ થયો વીડિયો
Daughter Father Dance Video: ઘરમાં પિતાને દીકરી સાથેનો અનોખો બોન્ડ ખાસ બનાવતો હોય છે. દરેક પિતા પોતાની દીકરીના ગુસ્સાને પ્રેમથી સહન કરે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર પિતા અને દીકરીનો એક મઝેદાર ડાન્સ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં પિતા અને પુત્રી સ્ટેજ પર ડાન્સ કરતાં જોવા મળે છે.
વીડિયોમાં, પિતા અને દીકરી બંને ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ના ટાઇટલ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. પહેલા, બંને હર્ષથી ડાન્સ કરી રહ્યા હતા, પરંતુ થોડીવાર પછી પિતા ડાન્સના સ્ટેપ્સ ભૂલી જાય છે. દીકરી ગુસ્સે થઈને પિતાને તેમનું ભુલેલું સ્ટેપ બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પછી ગુસ્સે થઈને ડાન્સ ફ્લોર છોડીને બાજુ પર ઊભી રહી જાય છે.
View this post on Instagram
આ વીડિયોને 53,000 થી વધુ લોકોએ લાઈક કર્યો છે, અને લોકો આ પિતા-દીકરીના પ્રેમભર્યા બોન્ડને વખાણી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આજના સમયમાં, પિતા પોતાના બાળક સાથે આટલો સમય પસાર કરી રહ્યા છે, તે સારૂ છે.” કેટલાક લોકોએ પિતાને ટેકો આપ્યો અને જણાવ્યું કે, “આવું થતું રહે છે, ડાન્સ સ્ટેપ ભૂલી જવું એ સામાન્ય વાત છે.”
આ વિડિઓ જોઈને દરેકને પિતા અને દીકરીના સુંદર સંબંધની યાદ આવી રહી છે.