Punjab farmer protest: જગજીત દલેવાલની ભૂખ હડતાળ હજી ચાલુ, સરકારી તંત્ર પર અફવા ફેલાવવાનો આરોપ
Punjab farmer protest : સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોરચાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે કે ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ હજુ પણ તેમનું આમરણાંત ઉપવાસ ચાલુ રાખ્યું છે. ખોટી જાણકારી ફેલાવીને સરકારી તંત્ર લોકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
દલેવાલની તબિયત ખરાબ, તબીબી સહાય લીધા બાદ પણ હડતાળ યથાવત
જગજીત દલેવાલ 123 દિવસથી ભૂખ હડતાળ પર છે. શુક્રવારે સવારે પંજાબની જેલોમાંથી બંધી બનાવાયેલા તમામ ખેડૂતોને મુક્ત કરાયા બાદ તેમણે પાણી પીધૂ અને તબીબી સારવાર લેવાનું શરૂ કર્યું. હાલ તેઓ પટિયાલાના પાર્ક હોસ્પિટલ ખાતે પોલીસ કસ્ટડીમાં છે. ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે તેમના ઉપવાસ હજુ પૂરું થયું નથી અને સરકારે જે દાવા કર્યા છે તે ખોટા છે.
ખેડૂતોએ સરકાર પર આરોપ લગાવ્યો
ખેડૂત નેતાઓએ સરકાર પર અલોકતાંત્રિક અને અસામાજિક નીતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું કે ૧૯ માર્ચે ચંદીગઢમાં કેન્દ્ર સરકાર સાથેની બેઠક બાદ પંજાબ પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી. શંભુ અને દાતાસિંહવાલા-ખાનૌરી કિસાન મોરચા પર પણ બળજબરીપૂર્વક હલચલ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેલની દિવાલો અમારી લડત રોકી શકશે નહીં: ખેડૂત નેતાઓ
ખેડૂતોનું કહેવું છે કે સરકાર કૃષિ ચળવળને દબાવવા માટે કડક પગલાં લઈ રહી છે, પરંતુ જેલમાં જવા માટે તેઓ તૈયાર છે. MSP ગેરંટી કાયદા સહિત 12 માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આગામી દિવસોમાં આંદોલનની નવી વ્યૂહરચના માટે બેઠક યોજાશે.
સુપ્રીમ કોર્ટમાં દલેવાલની પ્રશંસા
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દલેવાલના ઉપવાસ તોડવાના સમાચાર આવ્યા. એડવોકેટ જનરલ ગુરમિંદર સિંહે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દલેવાલે પાણી લીધું છે. આ સાથે ખાનૌરી અને શંભુ સરહદ પરથી ખેડૂતો વિખેરાઈ ગયા છે અને હાઈવે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે 70 વર્ષીય દલેવાલને ‘સાચા ખેડૂત નેતા’ ગણાવ્યા અને કહ્યું કે તેમણે કોઈ રાજકીય એજન્ડા વિના ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવ્યો છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેંચે જણાવ્યું કે “અમને ખબર છે કે કેટલાક લોકો ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે એવી ઈચ્છા ધરાવતા હતા, પરંતુ અમે હકીકતથી અવગત છીએ.