IPL Father-Son Viral Video: RCBની જીત પછી CSK ચાહક પિતા અને RCB ચાહક પુત્ર વચ્ચે મજાની લડાઈ
IPL Father-Son Viral Video: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની IPL મેચમાં RCBએ 6,155 દિવસ પછી ચેન્નાઈને તેના હોમ ગ્રાઉન્ડ પર 50 રનથી હરાવ્યું. 2008 બાદ, 17 વર્ષ પછી 2025માં RCBએ આ સિદ્ધિ હાંસલ કરી અને સતત 16 હારનો સિલસિલો તોડી નાખ્યો. આ જીત બાદ RCB ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
@gharkekalesh હેન્ડલે આ મેચ સાથે જોડાયેલો એક વિડિઓ શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં CSK ચાહક પિતા અને RCB ચાહક પુત્ર વચ્ચે મજાની નાની લડાઈ જોવા મળે છે.
આ વીડિયોમાં, RCBનો ચાહક પુત્ર જીતની ખુશીમાં શર્ટ લહેરાવી રહ્યો છે અને ‘યસ યસ’ ની બૂમો પાડી રહ્યો છે. તેને જોઈને CSK ચાહક પિતા ગુસ્સે થઈ જાય છે અને ખુરશી ઉંચકી તેના પાછળ દોડે છે. આ દ્રશ્ય જોઈને ઘરના બીજા લોકો હસવા લાગે છે, અને હાસ્યથી ભરાયેલો આ 20-સેકન્ડની ક્લિપ પૂરી થાય છે.
Kalesh b/w CSK Fan Father and RCB Fan Son pic.twitter.com/iMB8Oo6IVf
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 28, 2025
X પર આ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો અને 5 લાખથી વધુ વ્યૂઝ અને 9,500 લાઈક્સ મળી. યુઝર્સ મજેદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. કોઈએ લખ્યું, “પપ્પા ગુસ્સે છે!” તો બીજાએ કહ્યું, “RCBની જીત પછી આ દૃશ્ય દરેક ઘરમાં જોવા મળ્યું હશે!”
આ વીડિયો દર્શાવે છે કે IPL ફક્ત ક્રિકેટ નહીં, પણ એક ભાવનાત્મક તહેવાર છે!