Wedding Viral Video: લગ્નમાં વરરાજાનું ફોન વાપરવું દુલ્હનને ગમ્યું નહીં, દુલ્હનનું રિએક્શન વાયરલ
Wedding Viral Video: કેટલાક લોકો પોતાના કામ પ્રત્યે એટલા સમર્પિત હોય છે કે કોઈપણ સંજોગોમાં તેઓ સમાધાન કરતા નથી. ઘણીવાર તો લોકો પોતાના લગ્નના દિવસે પણ કામમાં વ્યસ્ત જોવા મળે છે. આવો જ એક નજારો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે, જેમાં એક વરરાજા લગ્ન વિધિઓ દરમિયાન ફોન પર વાત કરતા જોવા મળે છે, જેનાથી દુલ્હન નારાજ થઈ જાય છે.
વિડિયોમાં, એક સંબંધી વરરાજાને ફોન આપે છે. તે ફોન પર વાત કરવાનું શરૂ કરે છે, અને આ જોઈને દુલ્હન ગુસ્સે થઈ જાય છે. તે વરરાજાને નજરે નજરે સવાલ કરે છે, પછી સીધો જ તેની પાસેથી ફોન છીનવી લે છે અને કોલ કાપી નાખે છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. @theodcouple_ એકાઉન્ટ પરથી શેર કરાયેલ આ ક્લિપને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ વ્યૂઝ અને 3 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
View this post on Instagram
લોકો આ દ્રશ્ય પર જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ માને છે કે કદાચ વરરાજાને કોઈ અગત્યનું કામ હશે, જ્યારે કેટલાક દુલ્હનના સમર્થનમાં કહી રહ્યા છે કે લગ્નના દિવસે કોઈપણ કામથી વધુ મહત્વની પરિષ્થિતિઓ હોવી જોઈએ.
તમારા મતે, દુલ્હનની પ્રતિક્રિયા યોગ્ય હતી? કોમેન્ટમાં જણાવો!