Parents hilarious reply on teacher complain: શિક્ષકે વિદ્યાર્થીના ન્હાવા પર કરી ફરિયાદ, માતા-પિતાએ આપ્યો હાસ્યાસ્પદ જવાબ!
Parents hilarious reply on teacher complain: ઉનાળાની ઋતુ આવી પહોંચી છે, અને સાથે જ શાળાઓમાં નવા સત્રો શરૂ થઈ ગયા છે. શિયાળામાં ઘણા બાળકો સ્નાન કર્યા વિના શાળાએ જાય છે, અને માતા-પિતા પણ ઠંડીને ધ્યાનમાં રાખીને તેમને દબાણ કરતા નથી. પરંતુ ઉનાળામાં ન્હાવું ખૂબ જ જરૂરી બને છે, કેમ કે પરસેવાની ગંધથી આસપાસના લોકો માટે તકલીફ ઊભી થાય છે.
આ જ એક સમસ્યા પર એક શાળાના શિક્ષકે પોતાના વિદ્યાર્થીના માતા-પિતાને પત્ર લખ્યો. શિક્ષકે લખ્યું કે તેમના દીકરા રાહુલથી વર્ગમાં સારી ગંધ આવતી નથી, તેથી તેને દરરોજ સ્નાન કરાવવું જોઈએ. શિક્ષકનો આ સંદેશ વાંચીને માતા-પિતા પણ અવાક રહી ગયા. જો કે, તેમણે એકદમ અનોખો અને રમૂજી જવાબ આપ્યો.
View this post on Instagram
માતા-પિતાએ જવાબમાં લખ્યું: “રાહુલ ગુલાબ નથી જેને સુંઘવાની જરૂર છે, તમારે ફક્ત તેને ભણાવવું પડશે.”
શિક્ષક અને માતા-પિતા વચ્ચેના આ સંવાદનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોમાં ભારે હાસ્ય ફેલાઈ ગયું. ઘણાં યુઝર્સે કોમેન્ટ કરી કે માતા-પિતા ખૂબ જ રમૂજી છે, તો કેટલાકે લખ્યું કે કદાચ આ પત્ર નકલી છે, કારણ કે બંને હસ્તાક્ષર એકસરખાં લાગે છે.
આ ઘટના સત્ય હોય કે ન હોય, પણ આ પત્રના જવાબે સોશિયલ મીડિયા પર મજાની ચર્ચા શરૂ કરી દીધી છે!