Misread Signal Viral Video: ઈશારાની ભૂલ! છોકરાને લાગ્યું પ્રેમ છે, પરંતુ…
Misread Signal Viral Video: સોશિયલ મીડિયામાં ક્યારે શું વાયરલ થશે તે કહવું મુશ્કેલ છે. દરરોજ નવનવા આશ્ચર્યજનક વીડિયો સામે આવે છે, પણ તાજેતરમાં એક રમૂજી વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમાં, એક છોકરો મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભો છે અને સામે પાટા પર ઉભેલી છોકરીઓના જૂથ તરફ ઈશારા કરવાનું શરૂ કરે છે. તેના આ ઈશારા જોઈને, એક છોકરી પણ હસીને તેને પોતાની તરફ બોલાવવાનો ઈશારો કરે છે. છોકરાને લાગે છે કે છોકરી પ્રેમથી વાત કરવા માંગે છે, અને તે તરત જ તેની પાસે પહોંચી જાય છે.
જેમજ તે છોકરીની નજીક પહોંચે છે, તે ખુશ થઈને તેના સાથે હાથ મિલાવે છે. છોકરો આશા રાખે છે કે હવે વાતચીત શરૂ થશે, પણ થતું એવું નથી! બીજી જ ક્ષણે, છોકરી તાકાતભરી થપ્પડ મારે છે. થપ્પડ ખાતા છોકરો એક ક્ષણ માટે ચોંકી જાય છે અને સમજી શકતો નથી કે શું થયું.
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @star_boy_9916 એકાઉન્ટ પરથી શેર થયો છે અને લાખો વ્યૂઝ મેળવી ચૂક્યો છે. યુઝર્સે મજેદાર ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું, “ભાઈ, હવે કોઈના ઈશારાથી દોડવાની ભૂલ નહીં કરવી!” બીજાએ મજાકમાં લખ્યું, “મને બોલાવે છે, પણ હું હવે નહીં જાઉં!”
જોકે, આ વીડિયો મજાકનો ભાગ હોઈ શકે છે, પણ એમાં શીખવા જેવું છે – દરેક ઈશારો પ્રેમનો હોતો નથી!