Rajkot News : રાજકોટ: CM ભુપેન્દ્ર પટેલે 565 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
Rajkot News : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં 565.63 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 183 આવાસોની ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ કરવામાં આવ્યો. ઉપરાંત, 25 નવી ઈલેક્ટ્રિક સિટી બસોને લીલી ઝંડી આપવામાં આવી. CMએ રાજ્યના શહેરી વિકાસ માટે 40% વધુ બજેટ ફાળવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો.
CMએ સ્વચ્છતા અને શહેરી વિકાસ પર ભાર મૂક્યો
CM પટેલે જણાવ્યું કે, “શહેરની સફાઈ માત્ર નેતાઓની મુલાકાત દરમિયાન નહીં, પરંતુ રોજની ધિરજપૂર્વક થવી જોઈએ.” તેમણે રાજકોટને “સ્વચ્છતાનું પાટનગર” બનાવવા માટે લોકોની ભાગીદારી મહત્વની હોવાની ટકોર કરી.
મુખ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
58.54 કરોડના 4 વિકાસકામો
332.26 કરોડના 35 નવા પ્રકલ્પો
174.83 કરોડના રૂડા પ્રોજેક્ટ્સ
183 લાભાર્થીઓને EWS અને MIG આવાસ ફાળવણી
ફ્લાયઓવર અને ઈન્ડોર સ્ટેડિયમ:
744 મીટર લાંબું અને 6 લેનવાળું એક્સ્ટ્રાડોઝ ફ્લાયઓવર બ્રિજ
1.50 લાખ ખેલાડીઓને લાભ આપતું આધુનિક ઈન્ડોર સ્ટેડિયમ
સામાજિક અને રોજગાર યોજનાઓ
વિચરતી-વિમુક્ત જાતિના 540 પરિવારોને મફત પ્લોટ
1100.47 લાખની સહાયથી 5 વર્ષમાં 1631 લાભાર્થીઓને ઘર
DMF યોજના હેઠળ 100 યુવાનોને રોજગાર તાલીમ અને નોકરી
મુખ્યમંત્રીએ લોકોને વૃક્ષારોપણ, વરસાદી પાણીના સંચય અને શહેરી વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરી. PM મોદીના માર્ગદર્શનમાં 2047 સુધી ગુજરાતના સર્વગ્રાહી વિકાસ માટે વિશેષ આયોજન થઈ રહ્યું છે.