Bride Dance Viral Video: લગ્નમાં દુલ્હનના શાનદાર નૃત્યનો વીડિયો થયો વાયરલ
Bride Dance Viral Video: આજના સમયમાં, લગ્નોમાં દુલ્હનની ખાસ ડાન્સ પરફોર્મન્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. દરેક દુલ્હન ઇચ્છે છે કે તેના જીવનના ખાસ દિવસે તે સુંદર નૃત્ય પ્રસ્તુત કરે. હાલમાં, એક દુલ્હનના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેણે પોતાના પરંપરાગત નૃત્યથી મહેમાનો અને નેટીઝન્સના દિલ જીતી લીધા છે.
વિડિયોમાં, દુલ્હન સ્યાન અને ગ્રે કોન્ટ્રાસ્ટના ભવ્ય લહેંગામાં સજ્જ થઈને સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળે છે. તેના એક્સ્પ્રેસન અને મૂવ્સ જોઈને એવું લાગી રહ્યું છે કે તે તાલીમ પામેલી નૃત્યાંગના છે. ખાસ કરીને રાજસ્થાની ગીત પર કરાયેલું આ પરફોર્મન્સ લોકોને મંત્રમુગ્ધ કરી નાખે છે. મહેમાનો વચ્ચે નાચતી આ દુલ્હન પર દરેકની નજર હતી અને કોઈ તેની તરફથી નજર હટાવી શકતું નહોતું.
View this post on Instagram
પાંચ દિવસથી વાયરલ થઇ રહેલા આ વીડિયોને અત્યાર સુધી 40 હજારથી વધુ લાઇક્સ મળી છે. યુઝર્સ દુલ્હનની અદભૂત નૃત્યકળાને વખાણી રહ્યા છે.
એક યુઝરે ટિપ્પણી કરી, “સુંદર લહેંગા સાથે શાનદાર નૃત્ય!” તો બીજાએ લખ્યું, “આ વિડિયો ત્રણ વાર જોયો, છતાં આંખો હટાવી શકતો નથી!” એક અન્ય યુઝરે કહ્યું, “એવું લાગ્યું જાણે હું કોઈ ડાન્સ ઇવેન્ટમાં છું.”
દુલ્હનના આ નૃત્યએ લગ્નમાં ખાસ ચમક ભરી છે.