Road Accident Viral Video: રોડ અકસ્માતનો હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ, મહિલાની બચાવ કામગીરી લોકોએ વખાણી
Road Accident Viral Video: રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે બિન-સરકારી સંસ્થાઓ દ્વારા અનેક પ્રયાસો છતાં, દેશમાં માર્ગ સલામતીની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. રોજબરોજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા અકસ્માતના વીડિયો આ હકીકત સાબિત કરે છે. તાજેતરમાં, એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલાને અકસ્માત પછી વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયેલી જોઈ શકાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં, કેરળના એક નાના શહેરમાં એક મહિલા શાંતિથી ચાલીને પોતાના ઘરની તરફ જઈ રહી છે. તે દરમિયાન, એક બાઇક અને કાર ઝડપથી તેની તરફ આવતી જોવા મળે છે. થોડી જ પળોમાં ગમખ્વાર અકસ્માત સર્જાય છે, અને ગાડી મહિલાને ટક્કર મારતાં તે એક ઘરની સીમા દિવાલ પર ઊંધી લટકી જાય છે.
View this post on Instagram
જ્યારે નજીકમાં રહેલા લોકો આ દ્રશ્ય જોઈને દોડી આવ્યા અને મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારી. ઈન્સ્ટાગ્રામ પર શેર થયેલા આ વીડિયોને અત્યાર સુધી 50 હજારથી વધુ લોકોએ શેર કર્યો છે અને 21 હજારથી વધુ લાઇક્સ મળી છે.
લોકો સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોએ રસ્તા પર સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી, તો કેટલાકે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી.