Groom Dance Viral Video: લગ્નમાં વરરાજાનો અનોખો ડાન્સ, સોશિયલ મીડિયામાં મજેદાર પ્રતિક્રિયાઓ
Groom Dance Viral Video: લગ્નની મોસમ ચાલી રહી છે અને આ સાથે જ સોશિયલ મીડિયામાં લગ્નના વિડિયો ધુમ મચાવી રહ્યા છે. ખાસ કરીને વરરાજા અને કન્યાના ડાન્સના વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કેટલાક વિડિયો એટલા મજેદાર હોય છે કે તેને જોઈને હાસ્ય રોકવું મુશ્કેલ બની જાય છે.
હાલમાં, એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કન્યા અને વરરાજા સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. વિડિઓમાં જોઈ શકાય છે કે વરમાલા વિધિ પછી, કન્યા અને વરરાજાને નૃત્ય કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. દુલ્હન શરમાળ અંદાજમાં ધીમે ધીમે ડાન્સ કરે છે. પાશ્વભાગમાં ‘સૈયા સુપરસ્ટાર’ ગીત વાગી રહ્યું છે.
વિડિયોમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવે છે જ્યારે વરરાજા પણ પ્રવેશ કરે છે અને ડાન્સ કરવાની કોશિશ કરે છે. તેનો અનોખો ડાન્સ જોઈને બધાં હસવા લાગે છે.
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ‘hanumanrawat513’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લાખો લોકોએ આ વિડિઓ જોયો છે અને હજારો લોકોએ લાઈક કર્યો છે. કોમેન્ટ સેકશનમાં એક યુઝરે લખ્યું, ‘મને સમજાતું નથી કે શું ટિપ્પણી કરું.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘પૃથ્વી મુશ્કેલીમાં છે.’
વિડિઓ પર આવી રહેલી પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે લોકો લગ્નની ઉજવણીમાં મજેદાર પલોને ક્યારેય ચૂકી શકતા નથી.