Golgappa Tiny World AI Video: ગોલગપ્પાની અનોખી દુનિયા, AI દ્વારા સર્જાયેલો શાનદાર વિડિયો
Golgappa Tiny World AI Video: ભારતમાં ગોલગપ્પા માત્ર સ્ટ્રીટ ફૂડ નથી, તે એક ભાવના છે. દરેક શેરી-મહોલ્લામાં ગોલગપ્પાવાળાની ગાડી લોકોથી ભરેલી જોવા મળે છે. મસાલેદાર પાણી અને બટાકા-વટાણાના ભરણથી ભરેલા આ કરકરા ગોળગપ્પા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે.
ત્યારે, એક AI કલાકારે ગોલગપ્પાને સમર્પિત અનોખો વિડિયો બનાવ્યો છે, જે સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ ક્લિપમાં, ગોલગપ્પાને એક વિશાળ દુનિયામાં રાજ કરતું, મસાલેદાર પાણીમાં આરામ કરતું અને એડવેન્ચર પાર્કમાં મજાની સવારી માણતું બતાવવામાં આવ્યું છે. આ વિડિયોમાં ગોલગપ્પા ક્યારેક રાજદરબારમાં રાજા તરીકે અને ક્યારેક સામાન્ય જીવન જીવતો જોવા મળે છે.
View this post on Instagram
@the.aiengineer નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોએ અત્યાર સુધીમાં 49 લાખથી વધુ વ્યૂઝ અને 2 લાખથી વધુ લાઈક્સ મેળવી છે. લોકો ખૂબ જ રોચક ટિપ્પણીઓ કરી રહ્યા છે. કોઈએ લખ્યું, “મારા સપનાઓ હવે ઇન્સ્ટાગ્રામ પર પણ જોવા મળે છે!” તો કોઈએ ગોલગપ્પા માટેના આ મનોરંજન પાર્કમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી.
આ વીડિયો ગોલગપ્પા પ્રેમીઓ માટે એક મજેદાર ભેટ સમાન છે, જેની મજાની ચટકાર માણીને લોકો હસી-હસીને લટાર પડી ગયા છે.