Weird Nail Art Trend: ‘ઝિંદા નેઇલ આર્ટ’ – ફેશન કે ક્રૂરતા? સોશિયલ મીડિયામાં ચર્ચા
Weird Nail Art Trend: સોશિયલ મીડિયા પર દરરોજ નવા અને અજીબો-ગરીબ ટ્રેન્ડ્સ જોવા મળે છે, પણ તાજેતરમાં વાયરલ થયેલો ‘ઝિંદા નેઇલ આર્ટ’ ટ્રેન્ડ સૌથી વધુ ચકચાર જગાવતો સાબિત થઈ રહ્યો છે. આ નેઇલ આર્ટમાં લોકો તેમના નખ પર જીવંત કરોળિયા, વીંછી અને કરચલા ચોંટાડી રહ્યા છે. આ વિચિત્ર પ્રયોગના વીડિયોને લાખો લોકોએ જો્યા છે અને જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી છે.
આ ટ્રેન્ડ શું છે?
આ ટ્રેન્ડમાં કેટલીક છોકરીઓ ગુંદરથી જીવંત જીવોને પોતાના નખ પર ચોંટાડીને અનોખી ડિઝાઇન બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં, એક યુવતી તેના નખ પર વીંછી અને વંદાને લગાવતી જોવા મળે છે. જીવંત જીવોની હલનચલનને કારણે, આ નખ ડરામણાં અને અસામાન્ય દેખાય છે.
View this post on Instagram
લોકોની પ્રતિક્રિયા અને ચર્ચા
આ ટ્રેન્ડને લઈને સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો થયો છે. કેટલાક યુઝર્સ તેને અનોખું અને સર્જનાત્મક માની રહ્યા છે, તો ઘણા લોકો તેને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા કહી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી, “આ ફેશન નહીં, પણ પ્રાણીઓ સાથે નીર્દયતા છે.” જ્યારે અન્ય યુઝરે લખ્યું, “આટલો ડરામણો ટ્રેન્ડ પહેલા ક્યારેય જોયો નથી!”
View this post on Instagram
શું આ ટ્રેન્ડ સલામત છે?
વિશેષજ્ઞો અનુસાર, પ્રાણીઓને નખ પર ચોંટાડવાથી તેમને તણાવ અને પીડા થાય છે, જે નૈતિક રીતે અસ્વીકાર્ય છે. સાથે જ, જો કોઈ ઝેરી જીવો અચાનક હુમલો કરે, તો તે વ્યક્તિ માટે પણ જોખમી બની શકે.
‘ઝિંદા નેઇલ આર્ટ’ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે, પણ જો પ્રાણીઓની સલામતી અને નૈતિકતાની દૃષ્ટિએ જોવામાં આવે, તો આ ફેશનથી દૂર રહેવું જ સારું!