Foreign Tourists Clean Up Sikkim: વિદેશી મહેમાનોએ સિક્કિમમાં સફાઈ અભિયાન શરૂ કર્યું, લોકલ્સ માટે મોટો સંદેશ!
Foreign Tourists Clean Up Sikkim: ઉત્તર સિક્કિમની સુંદર યુમથાંગ ખીણમાં બે ડેનિશ પ્રવાસીઓએ એવી પહેલ કરી કે હવે સોશિયલ મીડિયામાં ભારે વખાણ મળી રહ્યાં છે. પ્રવાસ દરમ્યાન રસ્તા પર પડેલા કચરાને અવગણવાને બદલે, તેમણે તેને ઉઠાવી પર્યાવરણને સ્વચ્છ બનાવવાનો સંદેશ આપ્યો.
આ પ્રસંગનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે, જેમાં તેઓ ખીણમાં ફેંકાયેલો કચરો એકઠો કરતા દેખાય છે. નાની લાગતી આ ક્રિયા સામાજિક જવાબદારીનું મોટું ઉદાહરણ બની. વીડિયો પર અનેક યુઝર્સે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવા અભિગમથી સ્થાનિક લોકો પણ પ્રેરિત થવા જોઈએ.
View this post on Instagram
એક યુઝરે લખ્યું, “આપણે આપણા જ પર્યટન સ્થળોને નષ્ટ કરી રહ્યા છીએ, જ્યારે વિદેશીઓ તેને સ્વચ્છ રાખવા માટે આગળ આવી રહ્યા છે!” બીજી કોમેન્ટમાં કોઈએ કહ્યું, “આ પ્રકારના પ્રવાસીઓ માટે આપણે અભારી હોવું જોઈએ.”
હકીકત તો એ છે કે, જો દરેક વ્યક્તિ આટલી જ જવાબદારી અનુભવે, તો આપણું દેશી પર્યટન વિશ્વસ્તરે વધુ નામના મેળવશે. પરંતુ મોટો સવાલ એ છે કે – આપણે શા માટે બહારના લોકોને આપણને આભારી બનાવવાના માટે તક આપવી જોઈએ?