Bangalore Cementless House: બેંગલુરુમાં અદ્ભુત ઈમારત, વિશ્વનું પહેલું સિમેન્ટલેસ ઘર
Bangalore Cementless House: સામાન્ય રીતે, ઘરો અને ઊંચી ઈમારતો બનાવવા માટે મજબૂત કોંક્રિટ જરૂરી હોય છે, જેમાં સિમેન્ટનો ઉપયોગ અનિવાર્ય ગણાય છે. સિમેન્ટ દિવાલોને મજબૂત બનાવે છે અને લાંબા સમય સુધી ટકાવારી આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સિમેન્ટ વગર પણ ભવ્ય અને મજબૂત ઘર બની શકે? બેંગલુરુમાં એક એવું અનોખુ ઘર બન્યુ છે, જેમાં એક પણ ચપટી સિમેન્ટનો ઉપયોગ થયો નથી, અને એ મહેલ જેવી ભવ્યતા ધરાવે છે.
વિશ્વનું પહેલું ઝીરો-સિમેન્ટ હાઉસ
બોલીવુડ અભિનેતા પરેશ રાવલ આ અનોખા ઘરની તસવીર જોઈને ચોંકી ગયા અને એક્સ પર તેની પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં લખાયું હતું, “ભારત ખરેખર અજોડ છે, આ ઘર હજારો વર્ષ સુધી ટકી શકે છે.” પરેશ રાવલે પણ પ્રશંસામાં “વાહ બ્યુટીફુલ!” લખીને તાળીઓના ઈમોજી ઉમેર્યા.
ઘર કેવી સામગ્રીથી બનેલું છે?
એક વાયરલ વીડિયોમાં, આ ઘરના આર્કિટેક્ટ જણાવી રહ્યા છે કે આ ઈમારત પૂરી રીતે ગ્રેનાઈટ પથ્થરથી બનાવવામાં આવી છે, અને તેમાં સિમેન્ટનો લેશમાત્ર ઉપયોગ થયો નથી. ઘરની કેટલીક ભવ્ય દિવાલો રેતીના પથ્થરોથી બનાવવામાં આવી છે.
Wow beautiful https://t.co/fVuGxsmSRr
— Paresh Rawal (@SirPareshRawal) March 21, 2025
આ ઈમારત પૃથ્વી પર અનન્ય કેમ?
આર્કિટેક્ટના મતે, આ ઈમારત વિસ્ફોટપ્રૂફ છે અને હજારો વર્ષ સુધી અટલ રહી શકે છે. તેઓ દાવો કરે છે કે તેઓ દુનિયાના એકમાત્ર વ્યક્તિ છે, જેમણે સિમેન્ટ વગર આટલું વિશાળ ઘર બનાવ્યું છે. આ ઈમારતની બનાવટ અને દૃઢતા વર્તમાન સમયના પર્યાવરણને અનુકૂળ છે.
આ એક એવો અનોખો પ્રયોગ છે, જે ભવિષ્યમાં ઈમારત નિર્માણ માટે નવી દિશા આપશે.