Girl Falls Down Stairs Video Reactions: રીલ માટે નાટક! છોકરી સીડી પરથી પડી, પણ પછી જે થયું તે જોઈને લોકો ચોંકી ગયા
Girl Falls Down Stairs Video Reactions: આજકાલ રીલ બનાવવાનો યુવાનોમાં એવો ક્રેઝ છે કે ઘણા લોકો દુર્ઘટના સામે પણ બેદરકાર બની જાય છે. તાજેતરમાં એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો પ્રથમ તો હચમચી ગયા, પણ પછી સત્ય જાણી ગુસ્સે થઈ ગયા.
વિડિયોમાં એક છોકરી પ્લેટફોર્મની સીડી પરથી અચાનક નીચે પડી જાય છે. તેને પડતા જોઈને આસપાસના લોકો ગભરાઈ જાય છે. સફેદ શર્ટ અને કાળૂ પેન્ટ પહેરેલી એ છોકરી બેભાન થઈ ગઈ હોય તેમ લાગી રહી છે. તે પડતા સાથે જ એક મહિલા દોડી આવી અને તેને મદદ કરવાનો પ્રયાસ કર્યો. પણ તે જ સમયે, છોકરી અચાનક ઉભી થઈ ગઈ અને હસવા લાગી.
एक वीडियो वायरल हो रहा है जिसमें दिखाई दे रहा है कि
एक लड़की रेलवे स्टेशन पर सीढ़ियों से फिसल जाती है, जब वह फिसलती है तो
सबसे आख़िरी वाली सीधी से भी समतल पर आ जाती है,
बाद में लोगों को पता चलता है कि वह लड़की फिसली नहीं थी बल्कि Reel बनाने के लिए ख़ुद ही ड्रामे कर रही थी,… pic.twitter.com/YfXozLjCPZ
— Jaiky Yadav (@JaikyYadav16) March 21, 2025
જેમજેમ લોકોએ સમજ્યું કે આ માત્ર એક રીલ બનાવવાનું નાટક હતું, તેમ તેમ લોકો ગુસ્સે થઈ ગયા. સોશિયલ મીડિયા પર લોકો દ્રશ્ય જોઈને અકળાઈ ગયા અને કડક પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું કે, “આજે સહાય કરવાની પણ હિંમત થાય નહીં, કેમ કે હવે સમજી નહીં શકાય કે કોણ સાચે મુશ્કેલીમાં છે અને કોણ નાટક કરી રહ્યું છે.” બીજાએ લખ્યું, “રીલ માટે શરમ પણ ખોવી પડશે?”
આ પ્રકારના ટ્રેન્ડ યુવાનોમાં ખતરનાક વલણને વધારતા હોય છે, જ્યાં મશહૂરી માટે કોઈ પણ હદે જવામાં તૈયાર હોય.