Neighbors Warning: પાડોશીની ચેતવણી, દરવાજા પર ચોંટાડેલી ચિઠ્ઠી જોઈ પડોશી ચોંકી ગયો!
Neighbors Warning: કહેવામાં આવે છે કે સંબંધીઓથી દૂર જવું સરળ છે, પણ પડોશીઓથી બચવું મુશ્કેલ! ઘણીવાર લોકો તેમના પડોશીઓની ટેવ કે વર્તનથી પરેશાન થાય છે, પણ કંઇ કરી શકતા નથી. આ કેસમાં, એક પડોશીએ પોતાની ભડાસ અનોખી રીતે ઉતારી!
ચિઠ્ઠી જોઈ પડોશી ચોંકી ગયો
Reddit ના r/CasualUK ગ્રુપ પર એક યુઝરે દરવાજા પર ચોંટાડેલી ચિઠ્ઠીનો ફોટો શેર કર્યો. આ નોટિસમાં સોફ્ટ શબ્દો નહીં, પણ સીધા ધમકીભરા વાક્યો હતા!
વિવાદની શરૂઆત કેવી થઈ?
ચિઠ્ઠીમાં લખ્યું હતું કે જો એક ખાસ વ્યક્તિ તેની કાર પાસે સિગારેટના ઠૂંઠા ફેંકવાનું બંધ નહીં કરે, તો તે તેના દાંત તોડી તેને જ ખવડાવી દેશે! સાથે લખ્યું હતું કે તેની દીકરીએ દરરોજ તેની ગંદકીમાંથી પસાર થવું પડે છે, જે અસહ્ય છે.
Sweary sign on the main door to my flats.
byu/Emergency-Aardvark-6 inCasualUK
સોશિયલ મીડિયાના મજેદાર રિએક્શન
આ પોસ્ટ 9,000 થી વધુ લાઇક્સ સાથે વાયરલ થઈ ગઈ. આશ્ચર્યજનક રીતે, લોકોને ચિઠ્ઠી પર ગુસ્સો નહીં, પણ મજા આવી! કેટલાક યુઝર્સે મજાકમાં કહ્યું કે હવે આ બંને પડોશીઓ વચ્ચે ઠેરઠેર લડાઈ થવાની છે.
આ બનાવ સાબિત કરે છે કે પાડોશી સાથેની ગેરસમજ કોઇકવાર સીધી ચિઠ્ઠી મારફત ઉકેલાય… પણ એ ચિઠ્ઠી કેવી છે, એ પણ મહત્વનું છે!