Shubhdeep Holi Look Viral: શુભદીપની હોળી તસવીરો વાયરલ, સિદ્ધુ મૂસેવાલાના નાના ભાઈએ જીતી લીધાં દિલ!
Shubhdeep Holi Look Viral: સિદ્ધુ મૂસેવાલા ભલે આજે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમનો વારસો તેમના નાના ભાઈ શુભદીપમાં જીવંત છે. સિદ્ધુ મૂસેવાલાના ગીતો આજે પણ ચાહકોમાં પ્રચલિત છે, અને હવે તેમના નાના ભાઈ શુભદીપ પણ ચર્ચામાં છે. તાજેતરમાં, હોળી પર શુભદીપના કેટલાક ક્યૂટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને જોઈને ચાહકો ખુશ થઈ ગયા.
શુભદીપનો હોળી લુક ચાહકોને ભાવ્યો
વાયરલ થયેલા ફોટાઓમાં શુભદીપ સફેદ પઠાણી કુર્તા-પાયજામામાં અને માથા પર આકાશી પાઘડી પહેરીને નજરે પડે છે. ચહેરા પર ગુલાલ અને નિર્દોષ સ્મિત સાથે તે ખુબજ ક્યૂટ લાગી રહ્યો છે. 17 માર્ચ એ મૂસેવાલા પરિવાર માટે ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે શુભદીપ એક વર્ષનો થયો. આ તસ્વીરો સિદ્ધુના ભત્રીજા સાહિબ પ્રતાપ સિદ્ધુએ શેર કરી હતી, અને કેપ્શનમાં ‘હેપ્પી હોળી’ લખ્યું હતું.
View this post on Instagram
શુભદીપ પર ચાહકોનો પ્રેમ વરસ્યો
ફોટાઓ વાયરલ થતા જ ચાહકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી. “તમારા નાના ભાઈને કોઈની નજર ન લાગે” અને “સિદ્ધુનો ભાઈ ખૂબ જ ક્યૂટ છે” જેવી કોમેન્ટ્સથી કોમેન્ટ સેકશન ભરાઈ ગયો. લોકો માત્ર શુભદીપની ક્યૂટનેસથી મંત્રમુગ્ધ થયા નહીં, પણ તેને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી.
આ તસ્વીરો સિદ્ધુ મૂસેવાલાના ચાહકો માટે એક મીઠી ભેટ બની છે, જે સાબિત કરે છે કે તેમના પરિવાર સાથે લાગણી એવલી ગાઢ છે કે તેમની દરેક ખુશી ચાહકો માટે પણ ખાસ બને છે!