Cab Driver Viral Note: બેંગલુરુના કેબ ડ્રાઈવરની અનોખી નોટ, “કોઈ રોમાંસ નહીં, અંતર રાખો!”
Cab Driver Viral Note: સોશિયલ મીડિયા પર રોજ કંઈક નવું અને રસપ્રદ જોવા મળે, પણ આ વખતે બેંગલુરુના એક કેબ ડ્રાઈવરની ચિઠ્ઠી ચર્ચાનો વિષય બની છે. આ નોટમાં સ્પષ્ટ લખેલું હતું – “કોઈ રોમાંસ નહીં, કૃપા કરીને અંતર રાખો!”
કેબમાં અજોડ સંદેશ, મુસાફરો દંગ!
એક મુસાફરે આ રમુજી ચિઠ્ઠીનો ફોટો ક્લિક કરી, તેને સોશિયલ મીડિયા પર શેર કરી, અને પછી શું? પોસ્ટ જોતાજ જોયતાં વાયરલ! સામાન્ય રીતે, કેબમાં આ પ્રકારની ચેતવણી જોવા મળતી નથી, તેથી આ નોધ અનોખી બની ગઈ. કેટલાય યુઝર્સે ડ્રાઈવરની સમજદારીની પ્રશંસા કરી, તો કેટલાંયે હસતાં-હસતાં પકડી પાડ્યું!
સોશિયલ મીડિયા પર લોકોની મજેદાર પ્રતિક્રિયાઓ
- એક યુઝરે લખ્યું: “ભાઈ, ડ્રાઈવરે પોતાની માનસિક શાંતિ બચાવી લીધી!”
- બીજાએ કહ્યું: “હવે ફક્ત ડેટ માટે પાર્ક જ બાકી છે!”
- કેટલાકે લખ્યું: “ડ્રાઈવર જાગૃત છે… હવે કોઈના પણ હાથમાં હાથ નહીં!”
Saw this in a cab in Bengaluru today
byu/dancing_pappu inindiasocial
આ નોટ કેમ થઈ વાયરલ?
બેંગલુરુમાં હજારો લોકો રોજ કેબમાં મુસાફરી કરે છે. સામાન્ય રીતે, લોકો પોતાની દુનિયામાં મગ્ન હોય છે, પણ આ ડ્રાઈવરે વ્યક્તિગત મર્યાદાઓ જાળવવાનો અનોખો સંદેશો આપી દીધો!