Man shifted Bengaluru From Noida: બેંગલુરુમાં નોકરી માટે શિફ્ટ થયો, 30 હજારનો પગાર વધારો મળ્યો પણ હવે પસ્તાવો થઈ રહ્યો છે!
Man shifted Bengaluru From Noida: બેંગલુરુ, જે દેશનું IT હબ ગણાય છે, ત્યાં ઘણા યુવા પ્રોફેશનલ્સ નોકરી માટે શિફ્ટ થાય છે. મોટા પગાર અને આધુનિક જીવનશૈલીના સ્વપ્ન સાથે લોકો અહીં આવી જાય છે, પરંતુ એક કર્મચારી માટે આ નિર્ણય ખરાબ સાબિત થયો. નોઈડામાં એક વર્ષ કામ કર્યા પછી, તે વધુ સારી તકોની આશાએ બેંગલુરુ ગયો, પણ હવે તેને એ પગલાનો પસ્તાવો થઈ રહ્યો છે.
આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું કે નોઈડાની સરખામણીએ બેંગલુરુમાં બધું મુશ્કેલ છે—ભારે ટ્રાફિક, નબળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગંદા રસ્તા અને ખરાબ પાણી. એ કહે છે, “મને 30 હજાર રૂપિયા વધુ પગાર મળી રહ્યો છે, પણ શાંતિ નથી. અહીંનો ભીડભાડ, ટ્રાફિક અને રહેવા માટે ઓછી જગ્યા મારા માટે મુશ્કેલી બની છે. નોઈડામાં મારી પાસે વધુ તક હતી, પણ બેંગલુરુના આકર્ષણને કારણે હું મારી શ્રેષ્ઠ તક ગુમાવી બેઠો.”
Posts from the noida
community on Reddit
આ પોસ્ટ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા આવી. એક યુઝરે લખ્યું, “હું બેંગલુરુથી નોઈડા શિફ્ટ થયો અને નિર્ણય શ્રેષ્ઠ હતો. હવે હું વધારે પૈસા બચાવી શકું છું અને શાંતિથી જીવું છું.” એક બીજા યુઝરે કહ્યું, “બેંગલુરુમાં રોજ 6-7 કિમી મુસાફરી માટે પણ કલાકો ગુજારવા પડે, તેથી હું નોઈડાને વધુ શ્રેષ્ઠ માનું છું.”
આ ઘટનાએ કામ માટે બેંગલુરુ જવાના આકર્ષણ પર પ્રશ્નાર્થ મૂકી દીધો છે. તમે શું કહો છો?