Woman dance on road viral video: મહિલાનો અચાનક ડાન્સ, છોકરો ડરીને ભાગ્યો, લોકો ચોંકી ગયા!
Woman dance on road viral video: આજકાલ, લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ટ્રેન્ડમાં આવવા માટે તેઓ વિચિત્ર કાર્યો કરે છે, જે ઘણીવાર બીજાઓ માટે આશ્ચર્યજનક અથવા ડરામણા પણ બની જાય છે. આવું જ કંઈક ઈન્સ્ટાગ્રામ યુઝર સીમા કનૌજિયા સાથે થયું, જેણે રસ્તા પર અચાનક ડાન્સ કરવાનું શરૂ કરી દીધું.
સીમા, જે એક કન્ટેન્ટ ક્રિએટર છે અને 8 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે, તે સોશિયલ મીડિયા પર અવારનવાર અનોખા વીડિયો શેર કરે છે. તાજેતરમાં, તેણે એક વીડિયો શેર કર્યો જેમાં તે રસ્તા પર “દિલબર” ગીત પર ડાન્સ કરવા લાગી. આસપાસના લોકો તેને ચોંકી ને જોવા લાગ્યા.
View this post on Instagram
છોકરો ડરીને ભાગી ગયો!
જ્યારે સીમા રસ્તા પર ડાન્સ કરી રહી હતી, ત્યારે ત્યાંથી પસાર થતો એક છોકરો હકભંબ થઈ ગયો. એ એટલો ડરી ગયો કે તરત જ પોતાનો રસ્તો બદલી નાંખ્યો અને ઝડપથી ભાગી ગયો. આ વીડિયો જોયા પછી ઘણા લોકો મજા લઈ રહ્યા છે, તો કેટલાક તેને અજાણી જગ્યાએ આવીને આવા સેલ્ફ-પ્રોમોશન માટે ટ્રોલ પણ કરી રહ્યા છે.
આ વીડિયો લાખો વ્યૂઝ મેળવી ચૂક્યો છે, અને લોકોએ અનેક કોમેન્ટ્સ કરી છે. કોઈએ લખ્યું- “ડોક્ટરે શું કહ્યું, ક્યારે સાજી થશો?” તો બીજાએ લખ્યું- “છોકરાને ન્યાય મળવો જોઈએ!”
આ વીડિયોને તમે કેવી રીતે જુઓ છો? મસ્તી કે પાગલપન?