Woman Feeds Wild Animals Milk: ખતરનાક પ્રાણીઓની વચ્ચે મહિલા પહોંચી, પોતાના હાથેથી દૂધ પીવડાવ્યું, સિંહણ બસ જોતી રહી!
Woman Feeds Wild Animals Milk: જંગલના ખતરનાક પ્રાણીઓમાં સિંહ, વાઘ, દીપડો અને ચિત્તાનું નામ સૌથી પહેલાં આવે. એવાં પ્રાણીઓ કે જે એક પળમાં પોતાના શિકારને જમીન પર ઢાળી શકે. પરંતુ ઘણીવાર આ પ્રાણીઓ પણ માણસો સામે લાચાર દેખાય છે. તાજેતરમાં, એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં કોલંબિયાની લૌરા લિયોન પ્રાણીઓની વાડીમાં જઈને તેમને પોતાના હાથથી દૂધ પીવડાવે છે.
આ વીડિયોમાં, લૌરા એક દીપડાને બોટલ વડે દૂધ પીવડાવી રહી છે, જ્યારે સિંહણ તેની બાજુમાં શાંતિથી ઉભી છે. એવું લાગે છે કે તે પોતાનો વારો આવવાની રાહ જોઈ રહી છે. લૌરાએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે આ દ્રશ્ય ફ્લોરિડાના ‘સિંગલ વિઝન વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી’નું છે.
View this post on Instagram
વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાકએ તેની બહાદુરીની પ્રશંસા કરી, તો કેટલાકે ચેતવણી આપતા કહ્યું કે આવા ખતરનાક પ્રાણીઓથી દૂર રહેવું જોઈએ. આ વિડિયો લાખો લોકોએ જોયો અને હજારોથી વધુ લોકોએ લાઈક અને કોમેન્ટ કરી.