IndiGo Seats Malfunction Video: ઉડાન દરમિયાન સીટ ધ્રુજવા લાગી, મુસાફર પરેશાન, એરલાઇને માફી માંગી
IndiGo Seats Malfunction Video: દિલ્હીથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં એક અનોખો પ્રસંગ બન્યો. ટેકઓફ કર્યા પછી, એક મુસાફર, દક્ષ સેઠી, અનુભવ્યું કે તેની સીટ જોરજોરથી ધ્રુજવા લાગી. આ આશ્ચર્યજનક ઘટનાને તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને કહ્યું કે આ ઘટના તેને “મીની હાર્ટ એટેક” જેવો અનુભવ કરાવી ગઈ.
સેઠી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે સીટ અચાનક આગળ-પાછળ ખસી રહી છે. એમના મતે, આ ઘટના વિમાનની જાળવણીની નબળી સ્થિતિ દર્શાવે છે. ક્રૂ મેમ્બર્સે તરત જ મદદ કરી અને તેમને બીજી બેઠકો પર શિફ્ટ કર્યા. એરલાઇને આ ઘટના પર ખેદ વ્યક્ત કરી અને કહ્યું કે “આ અતિ દુર્લભ ઘટના છે, સીટોમાં લોકિંગ મિકેનિઝમ હોય છે, અમે આ મામલાની તપાસ કરીશું.”
View this post on Instagram
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ. કેટલાક લોકોએ હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરી, તો કેટલાકે સલામતી પર સવાલ ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું, “BYOS – Bring Your Own Seat!” તો બીજાએ કહ્યું, “વિમાનની જાળવણી પ્રત્યે ગંભીરતા દાખવવી જરૂરી છે.”
આ ઘટના એરલાઇન માટે ચેતવણીરૂપ છે કે મુસાફરોની સલામતી માટે દરેક તંત્રની યોગ્ય તપાસ જરૂરિ છે.