Bengaluru City Aerial View Video: બેંગલુરુનું શહેરીકરણ કે વિસ્ફોટ? વાયરલ વિડીઓએ લોકોમાં ચિંતા જગાવી!
Bengaluru City Aerial View Video: બેંગલુરુ, જે દેશનું ટેક હબ ગણાય છે, ત્યાં રહેવું અને જીવન જીવવું સામાન્ય લોકો માટે હવે મુશ્કેલ બન્યું છે. આઈટી પ્રોફેશનલ્સ માટે આ શહેર એક સપનાની જેમ છે, પણ અવિરત શહેરી વિકાસ અને ગીચ વસ્તી તેને નકારાત્મક રીતે અસર કરી રહ્યા છે. તાજેતરમાં, એક viral Videoમાં બેંગલુરુનું હવાઈ દૃશ્ય જોવા મળ્યું, જ્યાં ઇમારતોની ભીડ વચ્ચે હરિયાળી ગણતરીની હતી.
હવાઈ દૃશ્ય જોઈ લોકો ચોંકી ઉઠ્યા
X (ટ્વિટર) પર શ્રીહરિ કરંથે આ વીડિયો શેર કર્યો, જેમાં શહેરીકરણના નામે થઈ રહેલા નાશનું સ્પષ્ટ દર્શન થાય છે. પોસ્ટ સાથે લખવામાં આવ્યું કે, “આ વિકાસ છે કે શહેરી અરાજકતા?” અનેક લોકોની પ્રતિક્રિયા આવવા લાગી, જેમાં કેટલાકે શહેરીકરણને આવકાર્યું, તો કેટલાકે પર્યાવરણ માટે ભય વ્યક્ત કર્યો.
Aerial view of Heart of Bengaluru – Development or urban chaos?#realestate #concretejungle #bangalore pic.twitter.com/8nnyBjO1B2
— Srihari Karanth (@sriharikaranth) March 16, 2025
“હજી પણ સમય છે, નહીં તો…”
એક યુઝરે લખ્યું, “100% શહેરી અરાજકતા! આ લોભી વિકાસના કારણે ભૂગર્ભજળ સ્તર ખતમ થઈ જશે.” અન્ય યુઝરે કહ્યું, “હરિયાળીના બદલે હવે માત્ર કોંક્રિટ જ દેખાય છે, આ શહેર નાશ તરફ વધી રહ્યું છે.”
આ વીડિયો ફક્ત એક દૃશ્ય નથી, પણ બેંગલુરુના ભવિષ્ય માટે એક ચેતવણી છે.